ગ્રૅન્ડમાસ્ટર હરિક્રિષ્ન-કાર્લસેન વચ્ચેની મૅચ ડ્રૉ

28 December, 2020 08:40 PM IST  |  Chennai | PTI

ગ્રૅન્ડમાસ્ટર હરિક્રિષ્ન-કાર્લસેન વચ્ચેની મૅચ ડ્રૉ

ઇન્ડિયન ગ્રૅન્ડમાસ્ટર પી. હરિકિષ્ને ચૅમ્પિયનશિપ ચેસ ટૂર ઍરથિંગ્સ માસ્ટર્સની ઑનલાઇન ચેસ ચૅમ્પિયનશિપમાં માર્નસ કાર્લસેન સામે ચોથા રાઉન્ડમાં રમેલી મૅચ ડ્રૉ

ઇન્ડિયન ગ્રૅન્ડમાસ્ટર પી. હરિકિષ્ને ચૅમ્પિયનશિપ ચેસ ટૂર ઍરથિંગ્સ માસ્ટર્સની ઑનલાઇન ચેસ ચૅમ્પિયનશિપમાં માર્નસ કાર્લસેન સામે ચોથા રાઉન્ડમાં રમેલી મૅચ ડ્રૉ થઈ હતી. આ ટુર્નામેન્ટમાં ભારત વતી માત્ર હરિક્રિષ્ન જ ભાગ લઈ રહ્યો છે. ૨૪ મૂવ્સ થયા બાદ આ ગેમ ડ્રૉ થઈ હતી. ૧૨ ખેલાડીઓના આ રાઉન્ડ રૉબિન ટુર્નામેન્ટમાં હરિક્રિષ્ને ચાર મૅચ રમી હતી અને ચારે ચાર ડ્રૉ રહી હતી. ૧૨ પ્લેયરો વચ્ચે રમાનારા પ્રિલિમિનરી રાઉન્ડમાંથી આઠ પ્લેયરો ક્વૉર્ટર ફાઇનલ રમશે. આ ટુર્નામેન્ટ ત્રીજી જાન્યુઆરી સુધી રમાશે.   

chess sports news