ખેલ રત્ન અવૉર્ડ માટે નૉમિનેટ થઈ પદ્મશ્રી રાની રામપાલ

03 June, 2020 09:44 AM IST  |  New Delhi | Agencies

ખેલ રત્ન અવૉર્ડ માટે નૉમિનેટ થઈ પદ્મશ્રી રાની રામપાલ

રાની રામપાલ

ભારત સરકારના ખેલ મંત્રાલયે હાલમાં વિવિધ પદ્મ અવૉર્ડ માટે રમત-ગમતનાં વિવિધ અસોસિએશન પાસેથી નૉમિનેશન મગાવ્યાં છે. મહિલા હૉકી ટીમની કપ્તાન રાની રામપાલને રાજીવ ગાંધી ખેલ રત્ન અવૉર્ડ માટે નૉમિનેટ કરવામાં આવી છે, જ્યારે વંદના કટારિયા, મોનિકા અને હરમનપ્રીતને હૉકી ઇન્ડિયા દ્વારા અર્જુન અવૉર્ડ માટે નૉમિનેટ કરવામાં આવી છે. ૨૦૧૭ના વિમેન્સ એશિયા કપમાં રાનીના નેતૃત્વમાં ભારતે ઐતિહાસિક જીત મેળવી હતી, જ્યારે ૨૦૧૮માં તેઓ સિલ્વર મેડલ મેળવવામાં સફળ થયા હતા. ટીમનું સારી રીતે નેતૃત્વ કરવા બદલ તેને ખેલ રત્ન અવૉર્ડ માટે નૉમિનેટ કરવામાં આવી છે. આ ચાર પ્લેયર ઉપરાંત ભૂતપૂર્વ સ્ટાર પ્લેયર ડૉ. આર. પી. સિંહ અને તુષાર ખાંડેકરને પોતાના અભૂતપૂર્વ યોગદાન બદલ મેજર ધ્યાનચંદ અવૉર્ડ ફૉર લાઇફટાઇમ અચીવમેન્ટ માટે અને બી. જે. કરીઅપ્પા તેમ જ રોમેશ પઠાનિયાને દ્રોણાચાર્ય અવૉર્ડ માટે નૉમિનેટ કરવામાં આવ્યા છે.

hockey indian womens hockey team sports news