22 September, 2026 10:49 AM IST | Nagoya | Gujarati Mid-day Correspondent
ભારતીય મહિલા હૉકી ટીમ
ગઈ કાલે એશિયન ગેમ્સ 2026માં રમાયેલી પૂલ Bની મૅચમાં ભારતીય મહિલા હૉકી ટીમે ઇન્ડોનેશિયાને ૧૭-૧ના વિશાળ અંતરથી કારમી હાર આપીને ટુર્નામેન્ટમાં સતત બીજી જીત નોંધાવી હતી.
આ મૅચમાં ભારત તરફથી દીપિકા સેહરાવત, નવનીત કૌર અને રુતુજા દાદાસોએ ત્રણ-ત્રણ ગોલ કર્યા હતા. ભારતે પોતાની શરૂઆતની મૅચમાં ઉઝબેકિસ્તાન સામે ૧૯-૦થી જીત નોંધાવી હતી.
ભારતીય મહિલા ટીમ હવે ૨૩ સપ્ટેમ્બરે થાઇલૅન્ડ સામે ટકરાશે. આજે ૨૨ સપ્ટેમ્બરે ભારતીય મેન્સ હૉકી ટીમની ટક્કર શ્રીલંકા સામે થશે.
10 : હૉકી ઇન્ડિયાએ આટલા લાખ રૂપિયાના પુરસ્કારની જાહેરાત કરી સવિતા પૂનિયા માટે.
ગોલકીપર સવિતા પૂનિયા ૩૨૧ સિનિયર ઇન્ટરનૅશનલ મૅચ સાથે ભારતીય મહિલા હૉકીના ઇતિહાસમાં સૌથી વધુ મૅચ રમનાર મહિલા ખેલાડી બની છે. તેણે ભૂતપૂર્વ ભારતીય ખેલાડી વંદના કટારિયાના ૩૨૦ મૅચના રેકૉર્ડને પાછળ છોડી દીધો છે.