18 July, 2026 01:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એશિયન ગેમ્સ માટે સિલેક્ટ થયેલી ૨૦ સભ્યોની સ્ક્વૉડ હૉકી મહિલા વર્લ્ડ કપ 2026માં પણ રમશે
હૉકી ઇન્ડિયાએ બેલ્જિયમ અને નેધરલૅન્ડ્સમાં યોજાનાર હૉકી મહિલા વર્લ્ડ કપ 2026 માટે ૨૦ સભ્યોની ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી. કૅપ્ટન સલીમા ટેટેની આગેવાની હેઠળની આ સ્ક્વૉડમાં સિલેક્ટ થયેલા ૨૦ સભ્યો એ જ છે જેને એશિયન ગેમ્સ માટે પણ સિલેક્ટ કરવામાં આવ્યા છે. ૧૦ જુલાઈએ એશિયન ગેમ્સની સ્ક્વૉડ જાહેર કરવામાં આવી હતી.
બૅન્ગલોરમાં રાષ્ટ્રીય શિબિરમાં તાલીમ લઈ રહેલી આ ટીમ ૧૫થી ૩૦ ઑગસ્ટ વચ્ચે હૉકી મહિલા વર્લ્ડ કપ રમશે. ભારતીય ટીમને ચીન, ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા સાથે ગ્રુપ-Dમાં રાખવામાં આવી છે. આગામી ૧૯ સપ્ટેમ્બરથી ૪ ઑક્ટોબર દરમ્યાન એશિયન ગેમ્સ રમાશે.