છેત્રીના ૮૫મા ગોલ સાથે ભારત ફુટબૉલ સ્પર્ધામાં ચૅમ્પિયન

30 March, 2023 12:14 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મ્યાનમાર સ્પર્ધાની ત્રીજી ટીમ હતી જેને ભારતે ૧-૦થી હરાવ્યું હતું.

છેત્રીના ૮૫મા ગોલ સાથે ભારત ફુટબૉલ સ્પર્ધામાં ચૅમ્પિયન

મણિપુરના ઇમ્ફાલમાં મંગળવારે ભારતે પોતાનાથી ચડિયાતા રૅન્કના કિર્ગીસ્તાનને ૨-૦થી હરાવીને ત્રણ દેશો વચ્ચેની ફુટબૉલ ટુર્નામેન્ટ જીતી લીધી હતી. સુનીલ છેત્રીના સુકાનમાં ભારતીય ટીમે આ સ્પર્ધામાં દરેક મૅચ જીતવાનો તેમ જ હરીફ ટીમને એક પણ ગોલ ન કરવા દેવાનો રેકૉર્ડ નોંધાવ્યો હતો. મ્યાનમાર સ્પર્ધાની ત્રીજી ટીમ હતી જેને ભારતે ૧-૦થી હરાવ્યું હતું.  મંગળવારની કિર્ગીસ્તાન સામેની મૅચમાં સુનીલ છેત્રીએ ૮૫મો ઇન્ટરનૅશનલ ગોલ નોંધાવ્યો હ તો. તેના પહેલાં ફર્સ્ટ-હાફમાં સંદેશ ઝિંગને ગોલ કર્યો હતો.

sports news sports football Sunil Chhetri myanmar