ખેલ રત્ન અવૉર્ડ માટે નૉમિનેટ થઈ હિમા દાસ

17 June, 2020 11:35 AM IST  |  Guwahati | Agencies

ખેલ રત્ન અવૉર્ડ માટે નૉમિનેટ થઈ હિમા દાસ

હિમા દાસ

આસામ રાજ્ય સરકારે તાજેતરમાં ખેલ રત્ન અવૉર્ડ માટે હિમા દાસને જ્યારે અર્જુન અવૉર્ડ માટે બૉક્સર લવલિના બોર્ગોહેનને નૉમિનેટ કરી છે. આસામ રાજ્ય સરકારના સ્પોર્ટ્સ ઍન્ડ યુથ વેલ્ફેર ડિરેક્ટર ધર્માકાન્તા માલીએ આ ભલામણ માટેનાં નામ ખેલ મંત્રાલયને મોકલી આપ્યાં છે. તેમણે આ બન્ને પ્લેયરનાં નામને નૉમિનેટ કરવાની વાતને આસામ માટે ગર્વની વાત કહી છે. ધર્માકાન્તા માલીએ કહ્યું કે ‘જો કેન્દ્ર સરકાર અમારો આ પ્રસ્તાવ સ્વીકારે તો આસામ સરકાર અને આસામના લોકોને ઘણું ગમશે.’
હિમા દાસ ઉપરાંત રોહિત શર્મા, નીરજ ચોપડા, વિનેશ ફોગાટ, મનિકા બત્રા અને રાની રામપાલને ખેલ રત્ન અવૉર્ડ માટે નૉમિનેટ કરવામાં આવ્યાં છે.

athletics sports news