09 September, 2026 08:16 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ટીમ ઇન્ડિયા
ગઈ કાલે દિલ્હીમાં ઇન્ડિયન ઑલિમ્પિક્સ અસોસિએશન (IOA)એ એશિયન ગેમ્સ 2026માં જઈ રહેલી ભારતીય ટુકડી માટે એક ખાસ વિદાય-સમારંભનું આયોજન કર્યું હતું. IOAના પ્રમુખ ડૉ. પી.ટી. ઉષા, રમતવીરો, કોચ, સપોર્ટ-સ્ટાફ અને ભાગીદારો સાથે સ્પોર્ટ્સ મિનિસ્ટર ડૉ. મનસુખ માંડવિયા સમારોહમાં હાજર રહ્યા હતા.
૧૯ સપ્ટેમ્બરથી ૪ ઑક્ટોબર દરમ્યાન જપાનના આઇચી-નાગોયામાં ભારતના ૫૦૩ ખેલાડીઓ સહિત ૭૬૮ સભ્યોની ટીમ ૩૬ રમતોમાં મેડલ જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે.