✕

શીતલ દેવી અને તોમન કુમારે પૅરા તીરંદાજીની મિક્સ્ડ ઇવેન્ટનો રેકૉર્ડ તોડ્યો

20 October, 2026 05:25 PM IST  |  Ahemdabad | Gujarati Mid-day Correspondent

બન્નેએ આ વર્ષે પાંચ સપ્ટેમ્બરે અમદાવાદમાં ૧૪૦૦ સ્કોરના તેમના અગાઉના વર્લ્ડ અને એશિયન રેકૉર્ડને તોડીને તદ્દન નવો રેકૉર્ડ બનાવ્યો હતો. શીતલ દેવીએ સિંગલ્સ મહિલા કપાઉન્ડ ઇવેન્ટના ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ૭૨૦માંથી ૭૦૪ અંક મેળવીને વર્લ્ડ રેકૉર્ડની બરાબરી.

શીતલ દેવી અને તોમન કુમારની પૅરા તીરંદાજી

કપાઉન્ડ મિક્સ્ડ ઇવેન્ટની ભારતીય જોડી શીતલ દેવી અને તોમન કુમાર પૅરા એશિયન ગેમ્સ 2026ની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યાં છે. એલિમિનેશન રાઉન્ડમાં શીતલ દેવીના ૭૦૨ અને તોમન કુમારના ૬૯૮ના સ્કોરને કારણે આ પૅરા તીરંદાજ જોડીએ ૧૪૦૨ના સ્કોર સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.  

બન્નેએ આ વર્ષે પાંચ સપ્ટેમ્બરે અમદાવાદમાં ૧૪૦૦ સ્કોરના તેમના અગાઉના વર્લ્ડ અને એશિયન રેકૉર્ડને તોડીને તદ્દન નવો રેકૉર્ડ બનાવ્યો હતો. શીતલ દેવીએ સિંગલ્સ મહિલા કપાઉન્ડ ઇવેન્ટના ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ૭૨૦માંથી ૭૦૪ અંક મેળવીને વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી હતી અને નવો એશિયન રેકૉર્ડ બનાવ્યો છે.  

commonwealth games world athletics championships athletics sports sports news sheetal devi asian games