ભારતીય તરીકે ૨૧ વર્ષે વર્લ્ડ જુનિયર સ્ક્વૉશ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં અનાહત સિંહની એન્ટ્રી

26 July, 2026 01:23 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

કૅનેડામાં આયોજિત વર્લ્ડ જુનિયર સ્ક્વૉશ ચેમ્પિયનશિપમાં ભારતની અનાહત સિંહે મોટી સિદ્ધિ મેળવી છે

અનાહત સિંહ

કૅનેડામાં આયોજિત વર્લ્ડ જુનિયર સ્ક્વૉશ ચેમ્પિયનશિપમાં ભારતની અનાહત સિંહે મોટી સિદ્ધિ મેળવી છે. ૨૧ વર્ષે વર્લ્ડ જુનિયર સ્ક્વૉશ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ભારતીયની એન્ટ્રી થઈ છે. છેલ્લે ૨૦૦૫માં જોશના ચિનપ્પા આ ફાઇનલમાં રમી હતી. 

શુક્રવારે દિલ્હીની ટોચની ક્રમાંકિત ખેલાડી અનાહત સિંહે સેમી-ફાઇનલમાં ઇજિપ્તની હરીફ સામે ૧૧-૩, ૮-૧૧, ૧૧-૪, ૧૧-૬ થી જીત નોંધાવી હતી. વર્લ્ડ નંબર ૨૦ રૅન્ક ધરાવતી  અનાહત સિંહે ગયા વર્ષે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.

sports news sports squash india