24 September, 2026 02:59 PM IST | Nagoya | Gujarati Mid-day Correspondent
ભારતીય મેન્સ બૅડમિન્ટન ટીમ
ગઈ કાલે એશિયન ગેમ્સ 2026ની સેમી-ફાઇનલમાં ભારતીય મેન્સ ટીમને ડિફેન્ડિંગ ચીન સામે ૧-૩થી હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી સીઝનમાં સિલ્વર જીતનાર ભારતીય મેન્સ ટીમને આ વખતે બ્રૉન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો.
ફાઇનલમાં ચીન સામે ભારત માટે એકમાત્ર મૅચ સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ જીતી હતી. એ સિવાય લક્ષ્ય સેન, આયુષ શેટ્ટી સિંગલ્સ મૅચ અને હરિહરન અમસાકરુનન-એમ.આર. અર્જુનની જોડી ડબલ્સની મૅચ હાર્યા હતા.