ભારતે સતત ત્રીજી વખત મહિલા જુનિયર હૉકી એશિયા કપનો ખિતાબ જીત્યો

14 September, 2026 09:15 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ચીનમાં રમાયેલા મહિલા જુનિયર હૉકી એશિયા કપ 2026ની ફાઇનલમાં ભારતે યજમાન ચીનને 1-0થી હરાવીને સતત ત્રીજી વખત ટાઇટલ જીત્યું. આ જીત સાથે ભારતે FIH જુનિયર મહિલા વર્લ્ડ કપમાં પણ સ્થાન નિશ્ચિત કર્યું છે.

ભારતની મહિલા જુનિયર હૉકી ટીમ.

ચીનમાં આયોજિત મહિલા જુનિયર હૉકી એશિયા કપ 2026માં ભારતીય ટીમ ચૅમ્પિયન બની છે. ગઈ કાલે રમાયેલી ફાઇનલમાં યજમાન ચીનને ૧-૦થી હરાવીને ભારતે મહિલા જુનિયર એશિયા કપમાં ટાઇટલ જીતવાની હૅટ-ટ્રિક કરી છે.આ જીતથી FIH જુનિયર મહિલા વર્લ્ડ કપમાં પણ ભારતનું સ્થાન નિશ્ચિત થઈ ગયું છે.
ભારતીય મહિલા ટીમ આ ઇવેન્ટમાં ૨૦૨૩, ૨૦૨૪ પછી ૨૦૨૬માં પણ ચૅમ્પિયન બની છે. ૨૦૧૨માં ભારતીય ટીમ ફાઇનલ મૅચ હારીને રનરઅપ રહી હતી. સૌથી વધુ નવ ફાઇનલ મૅચ રમનાર ચીન પણ ત્રણ વખત ચૅમ્પિયન રહ્યું છે. સાઉથ કોરિયા સૌથી વધુ ચાર વખત આ ટાઇટલ જીત્યું છે. ૧૨ સપ્ટેમ્બરે ભારતીય ટીમ સેમી-ફાઇનલમાં સાઉથ કોરિયા સામે ૫-૧ અને ચીન જપાન સામે ૬-૦થી જીતીને ફાઇનલમાં પહોંચ્યાં હતાં. ત્રીજા ક્રમ માટેની મૅચમાં સાઉથ કોરિયા સામે જપાને ૨-૦થી જીત નોંધાવી હતી. આખી ટુર્નામેન્ટમાં ભારતે સૌથી વધુ ૪૭ ગોલ કર્યા હતા અને માત્ર ત્રણ ગોલ હરીફ ટીમને કરવા દીધા હતા. હૉકી ઇન્ડિયાએ ચૅમ્પિયન ટીમની તમામ ખેલાડીઓ માટે ૩ લાખ અને સપોર્ટ સ્ટાફ માટે ૧.૫ લાખ રૂપિયાના પુરસ્કારની જાહેરાત કરી છે. 

hockey indian womens hockey team world cup asia cup team india sports news sports