મનપ્રીત સહિત પાંચ પ્લેયર કોરોના-પૉઝિટિવ

09 August, 2020 04:41 PM IST  |  Bangalore | Agencies

મનપ્રીત સહિત પાંચ પ્લેયર કોરોના-પૉઝિટિવ

મનપ્રીત સિંહ

ભારતીય પુરુષ હૉકી ટીમના કૅપ્ટન મનપ્રીત સિંહ સહિત સુરેન્દ્ર કુમાર, વરુણ કુમાર, જસકરણ સિંહ અને કૃષ્ણ પાઠક કોરોના-પૉઝિટિવ થયા છે. સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના બૅન્ગલોર કૅમ્પસમાં પહોંચ્યા બાદ કરવામાં આવેલી ટેસ્ટમાં આ વાત જાણવા મળી હતી. આ ચારેચાર પ્લેયરો રૅપિડ ટેસ્ટમાં નેગેટિવ જોવા મળ્યા હતા, પણ મનપ્રીત અને સુરેન્દ્રમાં સતત કોરોનાનાં લક્ષણ જોવા મળ્યાં હતાં. આ પ્લેયરને કારણે તેમની સાથે પ્રવાસ કરીને આવનારા અન્ય ૧૦ પ્લેયરને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. જોકે સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ દરેક પ્લેયર માટે કોરોના-ટેસ્ટ કરાવવાનું ફરજિયાત બનાવ્યું છે. પોતે કોરોના-પૉઝિટિવ આવ્યા બાદ મનપ્રીતે પોતાને એસએઆઇના કૅમ્પસમાં ક્વૉરન્ટીન કર્યો છે.

hockey sports news coronavirus covid19