23 June, 2026 10:47 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મેન્સ હૉકી પ્રો લીગ ૨૦૨૫-’૨૬ના યુરોપિયન તબક્કામાં ભારત આ અઠવાડિયે બે વખત પાકિસ્તાન સામે રમશે. લંડનમાં આજે ૨૩ જૂને સાંજે ૭ વાગ્યે અને ૨૬ જૂને સાંજે ૧૦.૩૦ વાગ્યે બન્ને ટીમોની રસપ્રદ ટક્કર થશે.
હૉકી ઇન્ડિયાએ ગઈ કાલે શૅર કરેલા આંકડાઓ અનુસાર ભારતીય મેન્સ ટીમ છેલ્લા ૧૦ વર્ષથી પાકિસ્તાન સામે ૧૭ મૅચોમાં અજેય રહી છે. બન્ને ટીમ છેલ્લે ૨૦૨૪માં ચીનમાં એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી દરમ્યાન સામસામે રમી હતી. વીઝાના મુદ્દાઓને કારણે પાકિસ્તાનના કૅપ્ટન અને કોચ લંડનમાં ટીમ સાથે જોડાયા નથી એવા પણ અહેવાલ મળી રહ્યા છે.