ફ્રેન્ચ ઓપનમાં મહિલાઓની ફાઇનલ ઇગા સ્વેઇટેક વર્સસ સોફિયા કેનિન

09 October, 2020 12:44 PM IST  |  Paris | IANS

ફ્રેન્ચ ઓપનમાં મહિલાઓની ફાઇનલ ઇગા સ્વેઇટેક વર્સસ સોફિયા કેનિન

સોફિયા કેનિન

પૅરિસમાં ચાલી રહેલી ફ્રેન્ચ ઓપનમાં ગઈ કાલે મહિલા સિંગલ્સ ફાઇનલ લાઇન-અપ નક્કી થઈ ગઈ હતી અને એ પણ નક્કી થઈ ગયુ હતું કે આ વખતે ટુર્નામેન્ટની એક નવી ચૅમ્પિયન મળશે. પોલૅન્ડની ટીનેજર ૧૯ વર્ષની ઇગા સ્વિયાટેકનો મુકાબલો ૨૧ વર્ષની અમેરિકાની સોફિયા કેનિન સામે થશે. સ્વયાટેકે ગઈ કાલે સેમી ફાઇનલમાં નાદિયા પોડોરોસ્કાને ૬-૨, ૬-૧થી જ્યારે બીજીમાં સોફિયા કેનિને પેટ્રા ક્વિટોવાને ૬-૪, ૭-૫થી હરાવી હતી.
મેન્સ સિંગલ્સ સેમી ફાઇનલ
મેન્સ સિંગલ્સ સેમી ફાઇનલ લાઇનઅપ પણ નક્કી થઈ ગઈ હતી. વર્લ્ડ નંબર વન જોકોવિચે ૧૦મી વાર ફ્રેન્ચ ઓપનમાં પ્રવેશ કર્યો હતો અને હવે તેની ટક્કર પાંચમા ક્રમાંકિત સ્ટેફનોસ ત્સીત્સીપાસ સામે, જ્યારે બીજી સેમી ફાઇનલમાં ૧૨ વખતના વિજેતા રાફેલ નડાલની ટક્કર ૧૨મા ક્રમાંકિત ડિયેગો સ્વાર્ઝમૅન સામે થશે.

tennis news us open