એશિયન ગેમ્સમાં ભારતને મેડલ અપાવવા માગું છું : મુમતાઝ ખાન

02 August, 2020 11:32 AM IST  |  Lucknow | Agencies

એશિયન ગેમ્સમાં ભારતને મેડલ અપાવવા માગું છું : મુમતાઝ ખાન

મુમતાઝ ખાન

ઇન્ડિયન જુનિયર વિમેન્સ હૉકી પ્લેયર મુમતાઝ ખાન ભારતને એશિયન ગેમ્સમાં મેડલ અપાવવા માગે છે. ૧૭ વર્ષની મુમતાઝે કહ્યું કે ‘૨૦૧૧માં સ્કૂલની એક રેસમાં મેં ભાગ લીધો હતો. એ વખતે ત્યાં નીલમ સિદ્દીકી હાજર હતા અને તેમણે મારા પિતાને મને હૉકી રમાડવાની સલાહ આપી હતી. એ વખતે હું આ ગેમ વિશે કંઈ જાણતી નહોતી, પણ હું આ ગેમ જોઈ-જોઈને અને રમી-રમીને શીખી ગઈ અને પછી મને એમાં ખરો રસ જાગ્યો. કદાચ એ મારું નસીબ હશે કે નીલમ સિદ્દીકીએ મને આગરામાંથી શોધી કાઢી. ત્યાર બાદ મેં સખત મહેનત કરી છે. હું એક ગરીબ પરિવારમાંથી આવું છું અને ઇચ્છું છું કે મારા પરિવારને હૉકી રમીને થોડી ઘણી મદદ કરી શકું. હું નસીબદાર છું કે ઇન્ડિયન જુનિયર વિમેન્સ હૉકી ટીમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી શકું છું. આશા રાખું છું કે આ ક્ષેત્રમાં આગળ વધીને સફળતા મેળવી શકું. હું જાણું છું કે અત્યાર સુધી મેં જેકંઈ કર્યું છે એ ખાસ નથી. હું મારી જાત કરતાં વધારે આગળ નીકળવા નથી માગતી, પણ ધીમે-ધીમે આગળ વધવા માગું છું. ઘણી વાર કેટલીક વાતો અમારા માટે અઘરી પડે છે, પણ મને એ વાતની ખુશી છે કે મારાં માતા-પિતા મને સપોર્ટ કરે છે. મારા દેશ માટે પણ મને ગર્વ છે અને આશા કરું છું કે મારી ટીમ સાથે મળીને ઑલિમ્પિક અને એશિયન ગેમ્સ જેવી ટુર્નામેન્ટમાં ભારતને મેડલ અપાવી શકું.’

hockey indian womens hockey team sports news