દેશમાં ઑલિમ્પિક્સના અભિયાનને વધુ મજબૂત બનાવવા આતુર છું: નીતા અંબાણી

25 May, 2022 03:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષના પ્રારંભે નીતા અંબાણીએ ૨૦૨૩માં આઇઓસીના સભ્યોની વાર્ષિક બેઠક ભારતમાં યોજાય એ માટેની રજૂઆત કરનારા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.

નીતા અંબાણી

ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટી (આઇઓસી)નાં મેમ્બર નીતા અંબાણીએ આઇઓસી દ્વારા ગઈ કાલે ઓડિશામાં શરૂ કરાયેલા ભારતના પ્રથમ ‘ઑલિમ્પિક વૅલ્યુઝ એજ્યુકેશન પ્રોગ્રામ’ (ઓવીઈપી)ને બિરદાવતાં કહ્યું, ‘ઑલિમ્પિક્સ પાછળ ઉત્કૃષ્ટતા, આદર અને મૈત્રીની ભાવના રહેલી છે. યુવા વર્ગમાં આ ભાવના લાવવા માટે આઇઓસીએ ઓવીઈપીની રચના કરી છે’
આ વર્ષના પ્રારંભે નીતા અંબાણીએ ૨૦૨૩માં આઇઓસીના સભ્યોની વાર્ષિક બેઠક ભારતમાં યોજાય એ માટેની રજૂઆત કરનારા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. એને પગલે ભારતને ૪૦ વર્ષના ગાળા બાદ પહેલી વાર આ બેઠકનું યજમાનપદ આપવાનો લગભગ સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. મુંબઈમાં આઇઓસી સત્ર ૨૦૨૩નું સત્ર યોજાવાથી દેશના ખેલકૂદના ઇતિહાસમાં નવું પ્રકરણ ઉમેરાશે. નીતા અંબાણીએ કહ્યું, ‘હું દેશમાં ઑલિમ્પિક ચળવળને વધુ મજબૂત બનાવવા માટે ઉત્સુક છું.’

sports news nita ambani