17 June, 2023 07:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્ક્વૉશના વર્લ્ડ કપમાં યજમાન ભારત ફાઇનલમાં ન પહોંચી શક્યું
ચેન્નઈમાં ચાલતા સ્કવૉશના વિશ્વકપમાં ગઈ કાલે સેમી ફાઇનલમાં સેકન્ડ-સીડેડ ભારતનો ફૉર્થ-સીડેડ મલેશિયા સામે ૦-૩થી પરાજય થતાં યજમાન ટીમે ફાઇનલથી વંચિત રહેવું પડ્યું હતું. ભારતની ટીમમાં ખાસ કરીને જોશના ચિનપ્પા, સૌરવ ઘોષાલ અને અભય સિંહનો સમાવેશ હતો.
આજની ફાઇનલમાં મલેશિયાનો મુકાબલો ડિફેન્ડિંગ ચૅમ્પિયન અને ટૉપ-સીડેડ ઇજિપ્ત સાથે થશે. ઇજિપ્તએ સેમીમાં જપાનને ૪-૦થી હરાવ્યું હતું.
ભારત અને મલેશિયાના પ્લેયર્સ વચ્ચે જોરદાર રસાકસી થઈ હતી અને એમાં ભારતીયો જબરદસ્ત લડત આપીને હાર્યાં હતા.