હૉકી ઇન્ડિયા ૬૧ બેરોજગાર પ્લેયરોને નાણાકીય મદદ કરશે

19 August, 2020 04:02 PM IST  |  Mumbai | IANS

હૉકી ઇન્ડિયા ૬૧ બેરોજગાર પ્લેયરોને નાણાકીય મદદ કરશે

પ્રતીકાત્મક તસવીર

હૉકી ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ બોર્ડે તાજેતરમાં જાહેરાત કરી છે કે કોરોના વાઇરસને કારણે જે સિનિયર અને જુનિયર મેન્સ અને વિમેન્સ ઍથ્લિટ્સ બેરોજગાર છે તેમને નાણાકીય મદદ કરવામાં આવશે. હૉકી ઇન્ડિયાના આ નિર્ણયનો લાભ ૬૧ ઍથ્લિટ્સને મળશે; જેમાં ૩૦ જુનિયર વિમેન્સ, ૨૬ જુનિયર મેન્સ, ચાર સિનિયર વિમેન્સ અને એક સિનિયર મેનનો સમાવેશ છે. આયોજકોની આ પહેલનું મૂળ લક્ષ્ય નાણાકીય સુવિધા ઉપલબ્ધ કરાવી તેમને ફરીથી રમતગમત ક્ષેત્રે સક્રિય કરવાનું છે. હૉકી ઇન્ડિયાના ઑફિસેટિંગ પ્રેસિડન્ટ જ્ઞાનેન્દ્રો નિન્ગોમ્બામનું કહેવું છે કે ‘કોરોના મહામારીની પ્લેયર્સ પર ઘણી આડઅસર થઈ છે. ખાસ કરીને એ પ્લેયર્સ જેમની પાસે નોકરી નથી. હવે આ કપરા સમયમાં એ દરેક પ્લેયર્સની નાણાકીય મદદ કરવા અમે તત્પર છીએ. આ કપરા સમયમાં હૉકી ઇન્ડિયા દરેક જરૂરિયાતમંદ પરિવારને ૧૦,૦૦૦ રૂપિયાની મદદ કરશે. આશા કરીએ કે આ પ્લેયર્સ નજીકના સમયમાં સ્પોર્ટ્સ ઍક્ટિવિટીમાં ફરી પાછા સક્રિય થઈ શકશે.

hockey sports news