કોરોના સામે લડવા હૉકી ઇન્ડિયાએ આપ્યા પચીસ લાખ રૂપિયા

02 April, 2020 04:48 PM IST  |  New Delhi | Agencies

કોરોના સામે લડવા હૉકી ઇન્ડિયાએ આપ્યા પચીસ લાખ રૂપિયા

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસ સામે લડવા હવે હૉકી ઇન્ડિયા પણ આગળ આવ્યું છે અને એેણે પીએમ કેર્સ ફન્ડમાં પચીસ લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે. આ વિશે હૉકી ઇન્ડિયાના પ્રેસિડન્ટ મોહમ્મદ મુસ્તાક અહમદે કહ્યું કે ‘આ કપરા સમયમાં દેશને મદદ કરવાની આપણી ફરજ બને છે અને દેશના નાગરિક હોવાને લીધે એ આપણી જવાબદારી પણ છે. હૉકી ઇન્ડિયા એક્ઝિક્યુટિવ બોર્ડે સર્વસંમતિથી પીએમ કેર્સ ફન્ડમાં પચીસ લાખ રૂપિયા ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે. હૉકીને હંમેશાં લોકો પાસેથી સારી એવી માત્રામાં પ્રેમ અને સપોર્ટ મળ્યો છે માટે દેશસેવામાં અમારાથી બનતી દરેક મદદ કરવા અમે તત્પર છીએ.’

hockey coronavirus covid19 sports news