હિમા દાસે 15 દિવસમાં ચોથો ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો

24 July, 2019 03:46 PM IST  |  Mumbai

હિમા દાસે 15 દિવસમાં ચોથો ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો

Mumbai : ભારતની સ્ટાર મહિલા એથળિટ હિમા દાસે પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખતા છેલ્લા 15 દિવસમાં ચોથો ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. રિપબ્લિકમાં ચાલી રહેલ ટબોર એથલેટિક્સ મીટમાં હિમા દાસે મહિલા કેટેગરીમાં 200 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. તેણે માત્ર 23.25 સેકન્ડમાં પોતાની દોડ પૂર્ણ કરી હતી. 19 વર્ષીય હિમાને આખો દેશ સલામ કરી રહ્યો છે. જ્યારે બીજી તરફ નેશનલ રેકોર્ડ હોલ્ડર મોહમ્મદ અનસે પણ 400 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમણે 45.40 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી.

હિમાએ પ્રથમ ગોલ્ડ મેડલ 2 જુલાઈ પોન્જન એથલેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સમાં 200 મીટર રેસમાં જીત્યો હતો. તેમણે 23.65 સેકન્ડમાં આ દોડ પુરી કરી હતી. બીજો ગોલ્ડ 7 જુલાઈએ પોલેન્ડમાં કુટનો એથલેટિક્સ મીટમાં 23.97 સેકન્ડમાં 200 મીટરની રેસ પુરી કરી જીત્યો હતો. જ્યારે ત્રીજો ગોલ્ડ મેડલ 13 જુલાઈએ ચેક રિપબ્લિકમે થયેલી ક્લાંદો મેમોરિયલ એથલેટિક્સમાં 200 મીટરની રેસ 23.43 સેકન્ડમાં પુરી કરી હતી.

આ પણ જુઓ : કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ

પોન્જાન એથ્લેટિક્સ ગ્રાપ્રીમાં પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો
આ પહેલા હિમા દાશે સૌથી પહેલા એથ્લેટિક્સમાં ભારતનું નામ રોશન કરનાર આસામની ઍથ્લીટ હિમા દાસે ફરી એક સિદ્ધિ પોતાના નામે કરી ભારતનું ગૌરવ વધાર્યું હતું. હિમા દાસે પોલેન્ડમાં પોન્જાન એથ્લેટિક્સ ગ્રાંપ્રી 2019 (Poznan Athletics Grand Prix) ની 200 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પહેલા હિમા દાસે એશિયન ગેમ્સની 4×400 મીટર રિલે ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હિમા દાસે ટ્વીટ કરી આ વિશે માહિતી આપી.

sports news