હિના દાસે એક મહિનામાં 5 ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો

24 July, 2019 03:44 PM IST  |  Mumbai

હિના દાસે એક મહિનામાં 5 ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો

હિમા દાસ

Mumbai : ભારતની સ્ટાર દોડવીર હિમા દાસે વધુ એક ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. હિમા દાસે એક મહિનામાં કુલ 5 ગોલ્ડ મેડલ જીતીને ભારતનું નામ રોશન કરી દીધું છે. હિમાએ ચેક ગણરાજ્યમાં નોવે મેસ્ટો નાડ મેટુજી ગ્રાં પ્રીમાં મહિલાઓની 400 મીટરની સ્પર્ધામાં પહેલું સ્થાન મેળવ્યુ છે. હિમાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કરીને લખ્યુ હતું કે, 'આજે (શનિવારે) ચેક ગણરાજ્યમાં 400 મીટર સ્પર્ધામાં પહેલા સ્થાને આવીને સ્પર્ધા પુરી કરી છે. 'હિમાએ 52.09 સેકન્ડનો સમય લીધો હતો. હિમાએ આ મહિને આ પાંચમો સવર્ણ પદક મેળવ્યો છે.



આ પહેલાં તેણે બીજી જૂલાઈએ યુરોપમાં, 7 જૂલઈએ કુંટો એથલેટિક્સ મીટમાં, 13 જૂલાઈએ ચેક ગણરાજ્યમાં જ અને 17 જૂલાઈએ ટાબોર ગ્રાં પીમાં અલગ અલગ સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. બીજા નંબર પર પણ ભારતની વીકે વિસ્મયા રહી હતી. જે હિમા કરતાં 53 સેકન્ડ પાછળ હતી. તે બીજુ સ્થાન મેળવવામાં સફળ રહી છે. વિસ્મયાએ 52.48 સેકન્ડનો સમય લીધો હતો. ત્રીજા સ્થાને ગુજરાતની સરિતાબેન ગાયકવાડ રહી છે. તેણે 53.28 સેકન્ડનો સમય લીધો હતો.


આ પણ જુઓ : કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ


હિમા દાસે જીતેલા છેલ્લા ચાર ગોલ્ડ મેડલ

1)     પહેલો ગોલ્ડ: બીજી જુલાઈએ પોઝનાન એથ્લેટિક્સની ૨૦૦ મીટર રેસમાં ભાગ લીધો હતો. તેણે ૨૩.૬૫ સેકન્ડના સમય સાથે રેસ પૂરી કરી ગોલ્ડ જીત્યો હતો.


2)     બીજો ગોલ્ડઃ હિમાએ સાતમી જુલાઈએ પોલેન્ડ ખાતે કુટનો એથ્લેટિક્સ મીટમાં ૨૦૦ મીટર રેસને ૨૩.૯૭ સેકન્ડમાં પૂરી કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.


3)     ત્રીજો ગોલ્ડ: હિમાએ ૧૩મી જુલાઈએ ચેક રિપબ્લિક ખાતે યોજાયેલી ક્લાંદો મેમોરિયલ એથ્લેટિક્સમાં વિમેન્સ ૨૦૦ મીટર રેસ ૨૩.૪૩ સેકન્ડમાં પૂરી કરી હતી.


4)     ચોથો ગોલ્ડ: ૧૭મી જુલાઈએ ચેક રિપબ્લિક ખાતેની તાબોર એથ્લેટિક્સ મીટમાં હિમાએ ૨૦૦ મીટર રેસને ૨૩.૨૫ સેકન્ડ સમય સાથે જીતી લીધી હતી.

sports news athletics