યુવા મહિલા સ્પોર્ટ્સપર્સનનાં કોચિંગ વખતે સંવેદનશીલ રહેવું પડે:સાનિયા

08 May, 2020 02:27 PM IST  |  Mumbai Desk | Agencies

યુવા મહિલા સ્પોર્ટ્સપર્સનનાં કોચિંગ વખતે સંવેદનશીલ રહેવું પડે:સાનિયા

સાનિયા મિર્ઝા

ઑલ ઇન્ડિયા ટેનિસ અસોસિએશન અને સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના ડિજિટલ કોચ્‍સ એજ્યુકેશન વેબિનારમાં ભાગ લેતાં ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાએ કહ્યું કે યુવા મહિલા સ્પોર્ટ્સ પર્સનના કોચિંગ વખતે ઘણું સંવેદનશીલ રહેવું પડે છે. આ વિશે વાત કરતાં સાનિયા મિર્ઝાએ કહ્યું કે ‘મારા પપ્પા મને હંમેશાં કહેતા કે મહિલા ટેનિસ ખેલાડી સાથે કામ કરવું ઘણું મુશ્કેલ છે, કારણ કે છોકરીઓને ઘણાબધા ઇશ્યુમાંથી પસાર થવું પડે છે, ખાસ કરીને જ્યારે તે કિશોર હોય છે ત્યારે. તમારા શરીરમાં અંદર અને બહાર ઘણા બધા ફેરફાર થાય છે. તમે શ્રેષ્ઠ ટેનિસ ખેલાડી બનવાનો પ્રયત્ન કરી રહ્યા છો એવામાં તમે ઘણા હૉર્મોનલ પરિવર્તનમાંથી પસાર થાઓ છો અને આ ફેરફાર દરેક સ્ત્રીના જીવન દરમ્યાન થાય છે. તમારે તેમની જરૂરિયાત પ્રત્યે થોડા વધારે સંવેદનશીલ રહેવું પડે છે, કારણ કે ટેનિસ રમવાની સાથે તેઓ ઘણી વાર એ શોધવાનો પ્રયાસ કરતી હોય છે કે તે પોતે કોણ છે. આ કામ ખૂબ અઘરું હોઈ શકે છે. બીજી બધી વસ્તુ મેં જે રીતે સંભાળી છે એ રીતે મેં ટેનિસ અને માતૃત્વ બન્ને વસ્તુને સંભાળી છે. હું નસીબદાર છું કે મારી આસપાસના લોકો મને મદદ કરે છે. મારી મમ્મી અને બહેને મને ઘણી મદદ કરી છે. હું જ્યારે કમબૅક કરી રહી હતી ત્યારે ઘણા લોકોએ મને પૂછ્યું કે છોકરાને જન્મ આપ્યા બાદ તું તારું વજન કેવી રીતે ઉતારીશ. મારો જવાબ માત્ર એટલો જ હતો કે તમારે એ વસ્તુને સ્વીકારવી પડે છે અને એનું સમાધાન શોધવું પડે છે. તમારા દૈનિક જીવનમાંથી એકબે કલાક કાઢી નાખો, વર્કઆઉટ કરો અને લાઇફને બૅલૅન્સ કરો. આ વસ્તુ તમારા સ્વાસ્થ્ય માટે અને તમારા વ્યક્તિગત જીવન માટે ઘણી સારી છે.’

sania mirza sports sports news