02 November, 2026 03:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતીય મેન્સ હૉકી ટીમ
પંજાબમાં આયોજિત મેન્સ હૉકી એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી 2026માં ભારત પછી મલેશિયા, જપાન અને સાઉથ કોરિયાએ પણ સેમી-ફાઇનલમાં એન્ટ્રી કરી છે. ૬ ટીમોમાંથી ચીન અને બંગલાદેશ એક પણ જીત વગર તળિયે રહ્યાં છે. આજે અંતિમ લીગ-સ્ટેજ મૅચ પછી સેમી-ફાઇનલના હરીફો નક્કી થશે. ગઈ કાલે મલેશિયા સામે ભારતે ૪-૨થી જીત નોંધાવીને જીતનો ચોગ્ગો ફટકાર્યો હતો. ભારતીય કૅપ્ટન હરમનપ્રીત સિંહે ત્રણ ગોલ અને સુખજિત સિંહે ૧ ગોલ કર્યો હતો. આજે ભારતીય ટીમ સાંજે સાત વાગ્યે સાઉથ કોરિયા સામે ટકરાશે.