બડોસાને હરાવી હાલેપ ક્વૉર્ટર ફાઇનલમાં

06 July, 2022 02:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

2019માં વિમ્બલ્ડન ચૅમ્પિયન બનેલી સિમોના હાલેપ સોમવારે માત્ર ૬૦ મિનિટમાં જીતીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ હતી.

વિમ્બલ્ડનમાં સોમવારે રોમાનિયાની હાલેપ સામેની પ્રી-ક્વૉર્ટર હારી ગયા પછી પત્રકાર-પરિષદમાં હતાશ સ્પેનની પોઉલા બડોસા. એ.એફ.પી.

૨૦૧૯માં વિમ્બલ્ડન ચૅમ્પિયન બનેલી સિમોના હાલેપ સોમવારે માત્ર ૬૦ મિનિટમાં જીતીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ હતી. તેણે પ્રી-ક્વૉર્ટરમાં સ્પેનની પડકારરૂપ ખેલાડી પોઉલા બડોસાને ૬-૧, ૬-૨થી હરાવી હતી. હાલેપ અત્યારે આ સ્પર્ધામાં અપરાજિત રહેલી એકમાત્ર ગ્રૅન્ડ સ્લૅમ વિજેતા ખેલાડી છે. તે ક્વૉર્ટરમાં ઍમાન્ડા ઍનિસિમોવા સામે રમશે. ઍમાન્ડાએ પ્રી-ક્વૉર્ટરમાં હાર્મોની ટૅનને ૬-૨, ૬-૩થી હરાવી હતી.
૨૦૨૦માં કોવિડની મહામારીને કારણે વિમ્બલ્ડન ન રમાતાં હાલેપ પોતાનું ટાઇટલ ડિફેન્ડ નહોતી કરી શકી અને ૨૦૨૧માં ઈજાને લીધે એમાં નહોતી રમી.

sports news tennis news