ફુટબૉલ વર્લ્ડ કપમાં જર્મનીને લાગી રહ્યો છે સાપનો ડર

18 June, 2026 02:40 PM IST  |  Germany | Gujarati Mid-day Correspondent

ફુટબૉલ વર્લ્ડ કપમાં જર્મનીની ટીમે પ્રથમ મૅચમાં કુરાકાઓ દેશ સામે ૭-૧થી શાનદાર જીત સાથે શરૂઆત કરી છે.

જોશુઆ કિમિચ

ફુટબૉલ વર્લ્ડ કપમાં જર્મનીની ટીમે પ્રથમ મૅચમાં કુરાકાઓ દેશ સામે ૭-૧થી શાનદાર જીત સાથે શરૂઆત કરી છે. આ શાનદાર જીત છતાં જર્મની આજકાલ ચિંતામાં છે. એની આ ચિંતાનું 
કારણ ખેલાડીઓની ઈજાઓ કે હરીફ ટીમની વ્યૂહરચના નહીં પણ તેઓ જ્યાં પ્રૅક્ટિસ કરે છે એ ઘાસમાં કંઈક છુપાયા હોવાની છે. નૉર્થ કૅરોલિનાના જર્મનીની ટીમના બેઝ-કૅમ્પમાં 
એક ઝેરીલો સાપ જોવા મળ્યો હતો. એનો ખેલાડીઓના મનમાં એવો ડર પેસી ગયો છે કે ડગલે ને પગલે તેમને ઘાસમાં કશુંક છુપાયું છે એવું સતત લાગી રહ્યું છે. 

અહેવાલો પ્રમાણે જર્મન ટીમનો કૉપરહેડ નામના ઝેરી સાપ સામે સામનો થયો હતો. જર્મનીના કૅપ્ટન જોશુઆ કિમિચે આ અંગે જણાવ્યું હતું કે ‘જ્યારે તમને ખબર પડે કે એ કેટલો ઝેરી છે અને એ કરડે ત્યારે શું થઈ શકે છે ત્યારે ખૂબ ટેન્શન થઈ જાય છે. અમે અહીં ફુટબૉલની સૌથી મોટી ટુર્નામેન્ટની તૈયારી કરી રહ્યા છે ત્યારે ખેલાડીઓને પગલું ભરતાં પહેલાં ડર લાગી રહ્યો છે અને વિચાર કરવો પડી રહ્યો છે.’

અમુક અહેવાલો પ્રમાણે સ્વિટ્ઝલૅન્ડ અને નૉર્વેની ટીમ તરફથી પણ આવી જ ફરિયાદો મળી રહી છેswi. જર્મનીની ટીમ એની બીજી મૅચ ૨૧ જૂને આઇવરી કોસ્ટ દેશ સામે રમશે. 

football sports news sports germany switzerland norway