24 August, 2026 02:44 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ડાબેથી ગાયત્રી ગોપીચંદ અને ટ્રીસા જૉલી બ્રૉન્ઝ મેડલ સહિતના પુરસ્કાર સાથે.
ભારત સરકાર દ્વારા હાલમાં ૨૦૨૫ના અર્જુન અવૉર્ડ વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં સામેલ થનાર ટ્રીસા જૉલી અને ગાયત્રી ગોપીચંદે એક અઠવાડિયામાં બીજી સિદ્ધિ મેળવી હતી. દિલ્હીમાં આયોજિત વર્લ્ડ બૅડ્મિન્ટન ચૅમ્પિયનશિપમાં આ જોડીએ ભારત માટે એકમાત્ર મેડલ જીતીને લાજ બચાવી હતી.
ગાયત્રી ગોપીચંદ ભારતના ભૂતપૂર્વ બૅડ્મિન્ટન સ્ટાર અને મુખ્ય રાષ્ટ્રીય કોચ પુલેલા ગોપીચંદની દીકરી છે. પુલેલા ગોપીચંદ કહે છે કે ‘મને મારી દીકરીની રમત પર ખૂબ ગર્વ છે. ભગવાનની કૃપાથી હવે એક જ પરિવારમાં બે અર્જુન પુરસ્કાર વિજેતા છે એ એક દુર્લભ ઘટના છે. મને તેનાં પ્રદર્શન અને પરિણામો પર ખૂબ ગર્વ છે. એક જ અઠવાડિયામાં તેણે અર્જુન અવૉર્ડની સાથે એક મેડલ પણ જીત્યો છે.’