02 April, 2026 04:08 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફિફા ફુટબૉલ વર્લ્ડ કપ
૧૯૩૨, ૧૯૩૮, ૧૯૮૨ અને ૨૦૦૬ એમ ૪-૪ ફિફા ફુટબૉલ વર્લ્ડ કપ જીતનાર ઇટલીના નામે એક નામોશીભરી હૅટ-ટ્રિક નોંધાઈ ગઈ છે. ૧૧ જૂનથી ૧૯ જુલાઈ દરમ્યાન અમેરિકા, કૅનેડા અને મૅક્સિકોના સયુંક્ત યજમાનપદે યોજાનારા આગામી વર્લ્ડ કપ માટેના ક્વૉલિફાઇંગ રાઉન્ડની છેલ્લી અને મસ્ટ વિન મૅચમાં ઇટલી બોસ્નિયા અને હર્ઝેગોવિના સામેની મૅચ ૧-૧થી બરાબરી પર રહ્યા બાદ શૂટઆઉટમાં ૧-૪થી હારી ગયું હતું. આ સાથે ૨૦૧૮ અને ૨૦૨૨ બાદ સતત ત્રીજી વાર ભૂતપૂર્વ ચૅમ્પિયન ટીમ આગામી વર્લ્ડ કપમાં નહીં જોવા મળે. આ સાથે કોઈ ભૂતપૂર્વ ચૅમ્પિયન ટીમ સતત ૩ વર્લ્ડ કપમાં ક્વૉલિફાય ન કરી શકી હોય એવું પ્રથમ વાર બન્યું છે. ક્વૉલિફાઇંગ રાઉન્ડ મંગળવારે ૪૮મી અને છેલ્લી ટીમ તરીકે ઇરાકના ક્વૉલિફિકેશન સાથે પૂરો થયો હતો.