જ્વાલા ગુટ્ટા - વિષ્ણુ વિશાલ પરણી ગયા

24 April, 2021 03:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહિલા બૅડ્મિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટા અભિનેતા વિષ્ણુ વિશાલ સાથે હૈદરાબાદમાં ગુરુવારે પરણી ગઈ હતી

બૅડ્મિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટા અભિનેતા વિષ્ણુ વિશાલ

મહિલા બૅડ્મિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટા અભિનેતા વિષ્ણુ વિશાલ સાથે હૈદરાબાદમાં ગુરુવારે પરણી ગઈ હતી. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં બન્નેએ સગાઈ કરી લીધી હતી. જ્વાલા અને વિષ્ણુ બન્નેનાં આ બીજાં લગ્ન છે. જ્વાલાએ બૅડ્મિન્ટન ખેલાડી ચેતન આનંદ સાથે ૨૦૦૫માં લગ્ન કર્યાં હતાં અને ૨૦૧૧માં છૂટાછેડા લીધા હતા, જ્યારે વિષ્ણુ આ પહેલાં ૨૦૧૦માં રજીની નટરાજન સાથે લગ્ન કર્યાં હતાં અને ૨૦૧૮માં તલાક લીધા હતા. 

badminton news jwala gutta sports news