કિડની ફેલ થતાં ફુટબોલરને પાંચ લાખ રૂપિયાની સહાય કરી ખેલપ્રધાન રિજિજુએ

11 September, 2020 01:45 PM IST  |  New Delhi | IANS

કિડની ફેલ થતાં ફુટબોલરને પાંચ લાખ રૂપિયાની સહાય કરી ખેલપ્રધાન રિજિજુએ

ખેલપ્રધાન કિરેન રિજિજુ

ખેલપ્રધાન કિરેન રિજિજુએ તાજેતરમાં ઇન્ડિયન ફુટબૉલ ટીમનું અનેક ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટમાં પ્રતિનિધિત્વ કરનાર રામાનંદા નિંગથૌજામની કિડની ફેલ થતાં તેમને પાંચ લાખ રૂપિયાની મદદ કરી છે. રામાનંદાના પિતા હાથરિક્ષા ખેંચે છે અને તેમની પાસે દીકરાની ટ્રીટમેન્ટ માટે પૈસા નથી. આ કારણસર તેમણે ખેલપ્રધાન પાસે મદદ માટે હાથ લંબાવ્યો હતો. હાલના સમયમાં રામાનંદા મણિપુરની શિજા હૉસ્પિટલમાં કિડનીની તકલીફ ઉપરાંત અસ્પષ્ટ દૃષ્ટિની સમસ્યાની સારવાર લઈ રહ્યો છે. ખેલપ્રધાન કિરેન રિજિજુએ પંડિત દીનદયાલ ઉપાધ્યાય નૅશનલ વેલ્ફેર ફન્ડ ફૉર સ્પોર્ટ્સ પર્સનમાંથી પ્લેયરને પાંચ લાખ રૂપિયાની સહાય કરવાની જાણ કરી છે. આ સંદર્ભે જાણકારી આપતાં ખેલપ્રધાને કહ્યું કે ‘અમારા ઍથ્લિટ્સની સારસંભાળ લેવાનું કામ અમારી સરકારનું છે. રામાનંદાએ અનેક વાર આપણા દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે અને ભારતીય ખેલજગતમાં પોતાનું યોગદાન આપ્યું છે. ઑન અને ઑફ ફીલ્ડ પર પણ અમારા પ્લેયરોને બેસ્ટ સુવિધા આપવા અમે બંધાયેલા છીએ, કારણ કે તેઓ આપણા નૅશનલ આઇકન છે. જો આપણે તેમના જીવન અને તેમના પદને પ્રોત્સાહન નહીં આપીએ તો અન્ય સ્પોર્ટ્સ પર્સનને પ્રેરણા કઈ રીતે મળી શકશે.’

sports news kiren rijiju football