ક્રોએશિયા-મૉરોક્કોનો મુકાબલો તીવ્ર રસાકસી બાદ ૦-૦થી ડ્રૉ

24 November, 2022 02:24 PM IST  |  Doha | Gujarati Mid-day Correspondent

બન્ને ટીમે એકમેકને ભારે લડત આપી હતી

ગોલ કરવાના મોરોક્કોના કેટલાક આક્રમક પ્રયાસોને ક્રોએશિયાના મજબૂત ડિફેન્સે નિષ્ફળ બનાવ્યા હતા

૨૦૧૮ના ગયા ફિફા વર્લ્ડ કપમાં ફ્રાન્સ સામે ફાઇનલ હારી જતાં રનર-અપ રહેલા ક્રોએશિયા અને મોરોક્કો વચ્ચેની ગ્રુપ ‘એફ’ની મૅચ ગઈ કાલે ભારે રસાકસી બાદ ૦-૦થી ડ્રૉમાં પરિણમી હતી. બન્ને ટીમે એકમેકને ભારે લડત આપી હતી, પરંતુ કોઈ પણ ટીમ ગોલ કરવામાં સફળ નહોતી થઈ. 

લુકા મૉડ્રિચની ક્રોએશિયાની ટીમના ખેલાડીઓના કબજામાં બૉલ વધુ સમય સુધી રહ્યો હતો એમ છતાં મોરોક્કોના ડિફેન્ડરોએ તેમને ગોલ નહોતો કરવા દીધો. એ જ રીતે, ગોલ કરવાના મોરોક્કોના કેટલાક આક્રમક પ્રયાસોને ક્રોએશિયાના મજબૂત ડિફેન્સે નિષ્ફળ બનાવ્યા હતા. આ ગ્રુપમાં બેલ્જિયમ અને કૅનેડાની ટીમનો પણ સમાવેશ છે.

offbeat news