કોરોના-કેર હોવા છતાં દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપશે ફ્રેન્ચ ઓપન

11 September, 2020 01:31 PM IST  |  Paris | IANS

કોરોના-કેર હોવા છતાં દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપશે ફ્રેન્ચ ઓપન

દર્શકો જોઇ શકશે ટૂર્નામેન્ટ

તાજેતરમાં ચાલી રહેલી યુએસ ઓપનમાં દર્શકોને એટીએમમાં એન્ટ્રી આપવામાં નથી આવી, ત્યાં સામા પક્ષે ૨૭ સપ્ટેમ્બરથી શરૂ થનારી ફ્રેન્ચ ઓપનમાં દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપશે. કોરોના-કેર હોવા છતાં પ્રત્યેક દિવસે ફ્રેન્ચ ઓપનમાં કુલ ૧૧,૫૦૦ દર્શકોને પ્રવેશ આપવામાં આવશે. વાસ્તવમાં ફ્રેન્ચ ઓપન મે મહિનામાં યોજાવાની હતી, પણ કોરોનાને કારણે એને મોકૂફ રાખવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ ૨૭ સપ્ટેમ્બરથી ૧૧ ઑક્ટોબર સુધી રમાશે. ત્રણ મેઇન કોર્ટના આધારે રોલાન્ડ ગેરોસને ૫૦૦૦ના ત્રણ વિભાગમાં વિભાજિત કરવામાં આવશે. સૌથી મોટી કોર્ટમાં વધારેમાં વધારે ૧૫૦૦ દર્શકોને પ્રવેશ આપવામાં આવશે. ફ્રેન્ચ ટેનિસ ફેડરેશનના પ્રેસિડન્ટ બર્નાર્ડ ગિયુડિસેલીએ જણાવ્યા પ્રમાણે રોલાન્ડ ગેરોસ દર્શકોને પ્રવેશ આપનારી પહેલી ટુર્નામેન્ટ બનશે. આ ટુર્નામેન્ટના ક્વૉલિફાઇંગ રાઉન્ડ ખાલી સ્ટેડિયમમાં રમાડવામાં આવશે. ૧૧ વર્ષની ઉપરની દરેક વ્યક્તિએ માસ્ક પહેરવો ફરજિયાત રહેશે.

french open sports news tennis news