૧૨ વર્ષે યુરોપિયન ચૅમ્પિયનશિપની ફાઇનલમાં સ્પેન

11 July, 2024 09:05 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ મૅચમાં ૧૬ વર્ષના લૅમિન યમાલે ગોલ કરીને નૉકઆઉટમાં સૌથી યંગેસ્ટ ગોલ-સ્કોરરનો રેકૉર્ડ પોતાને નામે કર્યો હતો

પ્રતીકાત્મક તસવીર

૧૦ જુલાઈની મધરાતે ૧૨.૩૦ વાગ્યે સ્પેન અને ફ્રાન્સ વચ્ચે યુરોપિયન ચૅમ્પિયનશિપ 2024ની પહેલી સેમી ફાઇનલ મૅચ શરૂ થઈ હતી જેમાં ૨-૧થી જીત મેળવીને સૌથી વધુ ત્રણ વખત ટુર્નામેન્ટ જીતનાર સ્પેનની ટીમ ૧૨ વર્ષ બાદ ફાઇનલમાં પહોંચી હતી. આ મૅચમાં ૧૬ વર્ષના લૅમિન યમાલે ગોલ કરીને નૉકઆઉટમાં સૌથી યંગેસ્ટ ગોલ-સ્કોરરનો રેકૉર્ડ પોતાને નામે કર્યો હતો. યુરો કપની ફાઇનલ મૅચ ૧૫ જુલાઈએ રમાશે.

football spain france sports sports news