માત્ર ત્રેવીસ સેકન્ડમાં થયો યુરો કપના ઇતિહાસનો સૌથી ફાસ્ટેસ્ટ ગોલ

17 June, 2024 09:05 AM IST  |  Rome | Gujarati Mid-day Correspondent

૨૫ વર્ષના નેદિમ બજરામીએ યુરો કપના ૬૪ વર્ષના ઇતિહાસમાં ફાસ્ટેસ્ટ ગોલ કર્યો

નેદિમ બજરામી

આલ્બેનિયાના ફુટબૉલર નેદિમ બજરામીએ ગઈ કાલે ઇટલી સામે મૅચ શરૂ થયા બાદ ત્રેવીસમી સેકન્ડમાં ગોલ ફટકારીને યુરોપિયન ફુટબૉલ ચૅમ્પિયનશિપમાં સૌથી ફાસ્ટેસ્ટ ગોલ નોંધાવ્યો હતો. ૨૫ વર્ષના નેદિમ બજરામીએ યુરો કપના ૬૪ વર્ષના ઇતિહાસમાં ફાસ્ટેસ્ટ ગોલ કર્યો, પરંતુ આ પછી આલ્બેનિયા ઇટલી પર દબાણ બનાવી શક્યું નહીં. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇટલીએ ૨-૧થી જીત સાથે તેમના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી. આ પહેલાં યુરોપિયન ચૅમ્પિયનશિપમાં સૌથી ફાસ્ટેસ્ટ ગોલ કરવાનો રેકૉર્ડ રશિયાના દિમિત્રી કિરીચેન્કોના નામે હતો, જેણે ૨૦૦૪માં ૬૭ સેકન્ડમાં ગોલ કર્યો હતો.

football sports sports news italy