બે વખતની ડિફેન્ડિંગ ચૅમ્પિયન અરીના સબાલેન્કાને હરાવીને એલેના રબકિના પહેલી વખત યુએસ ઓપન વિજેતા બની

14 September, 2026 09:46 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

આ વર્ષે જ અરીના સબાલેન્કાને હરાવીને ઑસ્ટ્રેલિયન ઓપન પણ જીતી હતી

યુએસ ઓપનની ટ્રોફી સાથે એલેના રબકિના.

રશિયામાં જન્મેલી અને ૨૦૧૮થી કઝાખસ્તાન માટે રમતી એલેના રબકિના પહેલી વખત યુએસ ઓપન વિમેન્સ સિંગલ્સ ઇવેન્ટમાં વિજેતા બની છે. ૨૭ વર્ષની એલેનાએ સતત બે વખતથી આ ટાઇટલ જીતનારી બેલારુસની ૨૮ વર્ષની અરીના સબાલેન્કા સામે ૬-૪, ૫-૭, ૬-૨થી ફાઇનલ મૅચ જીતી હતી. 
અગાઉ વિમ્બલડન 2022 અને ઑસ્ટ્રેલિયન ઓપન 2026 તરીકે બે ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતનાર ૨૭ વર્ષની એલેના પહેલી વખત યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચી હતી. સબાલેન્કા સતત ચોથી વખત યુએસ ઓપન ફાઇનલ રમી રહી હતી. તે ૨૦૨૩, ૨૦૨૪માં ઑસ્ટ્રેલિયન ઓપન અને ૨૦૨૪, ૨૦૨૫ એમ છેલ્લી બે સીઝનમાં યુએસ ઓપન ટાઇટલ જીતી ચૂકી છે. 
અરીના સબાલેન્કાનું નંબર વન રૅન્કિંગ હાલમાં એલેનાએ પોતાના નામે કર્યું હતું. આ વર્ષે જ ઑસ્ટ્રેલિયન ઓપન 2026ની ફાઇનલમાં પણ એલેનાએ આર્યના સબાલેન્કાને હરાવીને પોતાના નામનો ડંકો વગાડ્યો હતો. જોકે સબાલેન્કા આ હરીફ સામે ટેનિસ મૅચોમાં ૧૮માંથી ૧૦ મૅચો જીતી છે. 

52.5 : આટલા કરોડ રૂપિયાનું કૅશ પ્રાઇઝ મળ્યું એલેના રબકિનાને ચૅમ્પિયન બનવા બદલ. 

us open tennis news australian open sports news sports