નજીકના સમયમાં ટેનિસ રમાય એવી કોઈ સંભાવના નથી : નડાલ

17 April, 2020 02:15 PM IST  |  Madrid | Agencies

નજીકના સમયમાં ટેનિસ રમાય એવી કોઈ સંભાવના નથી : નડાલ

રાફેલ નડાલ

ટેનિસ પ્લેયર રાફેલ નડાલનું કહેવું છે કે નજીકના સમયમાં ટેનિસ રમાય એવી કોઈ સંભાવના જોવા નથી મળી રહી. આ વિશે વધુ જણાવતાં નડાલે કહ્યું કે ‘મને ટેનિસ માટે ચિંતા છે. હું મારી ફિઝિકલ પ્રૅક્ટિસ કરતો રહું છું અને મારા શરીરને બેડોળ થવા નથી દેતો. ટેનિસ ફુટબૉલ જેવી ગેમ નથી. અમારા સ્પોર્ટ્સમાં વધારે ટ્રાવેલિંગ છે. પરિસ્થિતિ વધારે વણસેલી છે. આપણે વધારે જવાબદાર બનવું પડશે. નજીકના સમયમાં મને કોઈ ટુર્નામેન્ટ રમાતી નથી દેખાતી. સ્વાસ્થ્ય પહેલાં આવે છે. ખાલી સ્ટેડિયમમાં જો ગેમ રમાડવામાં આવે તો પણ હું ખુશ છું. મેં જૉકોવિચ સાથે પણ કલાકો સુધી વાત કરી છે કે આપણે આ માટે કેવી રીતે મદદ કરી શકીએ.’

rafael nadal sports news tennis news