યુએસ ઓપનની સેમી ફાઇનલમાં પ્રવેશનાર પહેલો ઑસ્ટ્રિયન પ્લેયર ડોમિનિક

11 September, 2020 01:38 PM IST  |  New York | IANS

યુએસ ઓપનની સેમી ફાઇનલમાં પ્રવેશનાર પહેલો ઑસ્ટ્રિયન પ્લેયર ડોમિનિક

ડોમિનિક થીએમ

યુએસ ઓપનના પુરુષ એકલ વર્ગમાં ઑસ્ટ્રિયન પ્લેયર ડોમિનિક થીએમે ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં ઍલેક્સ ડી મિનૌરને હરાવીને પહેલી વાર પ્રવેશ કર્યો છે. આ ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં પ્રવેશ કરનાર તે પહેલો ઑસ્ટ્રિયન પ્લેયર બન્યો છે. ક્વૉર્ટર ફાઇનલમાં થયેલા મુકાબલામાં ડોમિનિકે મિનૌરને બે કલાક ચાર મિનિટ ચાલેલી ગેમમાં ૬-૧, ૬-૨, ૬-૪થી પરાજય આપ્યો હતો. ફાઇનલમાં પ્રવેશવા માટે ડોમિનિકનો મુકાબલો હવે ડેનિલ મેડવેડેવ સામે થશે. આ જીત બાદ ડોમિનિકે કહ્યું કે ‘પહેલી જ ક્ષણથી મને સારી અનુભૂતિ થઈ રહી હતી. આ વખતે ટુર્નામેન્ટમાં નથી રૉજર, નડાલ કે નથી નોવાક; પણ આ વખતે ડેનિલ, સાસ્ચા, પાબ્લો અને હું એમ અમે ચાર જણ છીએ. આ ત્રણેય પ્લેયર્સ ઘણા સારા છે અને તેઓ ફાઇનલ જીતવા માટેના પ્રબળ દાવેદાર છે.’

us open tennis news