લાઇન જજને અજાણે બૉલ ફટકાર્યો : જૉકોવિચ યુએસ ઓપનમાંથી ડિસક્વૉલિફાય

08 September, 2020 01:30 PM IST  |  New York | IANS

લાઇન જજને અજાણે બૉલ ફટકાર્યો : જૉકોવિચ યુએસ ઓપનમાંથી ડિસક્વૉલિફાય

નોવાક જૉકોવિચ

વર્લ્ડ નંબર વન નોવાક જૉકોવિચના હાથે યુએસ ઓપનમાં લાઇન જજ પાબ્લો કેરેનો બુસ્તાને અચાનક બૉલ વાગતાં તેને ટુર્નામેન્ટમાંથી ડિસક્વૉલિફાય કરવામાં આવ્યો છે. રવિવારે રમાયેલી મૅચમાં ગુસ્સામાં રમી રહેલા જૉકોવિચે રૅકેટ વડે બૉલ ફટકાર્યો હતો જે સીધો બુસ્તાને જઈને વાગ્યો હતો. અચાનક બનેલી આ ઘટના બાદ જૉકોવિચ અને આયોજકો વચ્ચે ચર્ચા થઈ હતી. યુએસ ઓપનના આયોજકોએ જણાવ્યું કે ‘ગ્રૅન્ડ સ્લૅમના નિયમ અનુસાર ઇરાદા સાથે અથવા ઇરાદા વિના કોર્ટમાં ઊભેલી વ્યક્તિને બૉલ લાગવાની ઘટનાથી જૉકોવિચને યુએસ ઓપનના ટુર્નામેન્ટ રેફરી આરોપી ગણે છે. એને કારણે જૉકોવિચ યુએસ ઓપનમાં જીતેલા પોતાના દરેક રૅન્કિંગ્સ પૉઇન્ટ ગુમાવી બેસશે અને પ્રાઇઝ મનીનો તેના પર દંડ લાગશે.’
સામા પક્ષે પોતાની સ્પષ્ટતા કરતાં જૉકોવિચે કહ્યું કે ‘આ આખી ઘટનાએ મને નિરાશ અને એકલો કરી દીધો છે. લાઇનપર્સન અને ટુર્નામેન્ટે મને જણાવ્યું કે તે હવે ઓકે છે. અજાણતામાં મારાથી થયેલી ભૂલ માટે ક્ષમા માગું છું. ડિસક્વૉલિફાય થતાં હું મારા નબળા પાસા પર કામ કરીશ અને એક પ્લેયર અને માણસ તરીકે મારામાં સુધારો લાવવાનો પ્રયાસ કરીશ. મારા સ્વભાવ માટે હું યુએસ ઓપન ટુર્નામેન્ટ અને એની સાથે જોડાયેલા અન્ય લોકોની પણ માફી માગું છું. મને સપોર્ટ કરનાર મારી ટીમ અને પરિવારનો આભાર. મારા ચાહકો હંમેશાં મારી સાથે રહેશે. થૅન્ક યુ અને સૉરી.’
આ સમગ્ર ઘટનામાં ઈજા પામનાર પાબ્લો કેરેનો બુસ્તાએ કહ્યું કે ‘તેણે જ્યારે બૉલને ફટકાર્યો ત્યારે મેં જોયું નહોતું. હું એ વખતે બીજે જોઈ રહી હતી.’

novak djokovic tennis news