ઍડમન્ડને હરાવી ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો જૉકોવિચ

04 September, 2020 03:24 PM IST  |  New York | IANS

ઍડમન્ડને હરાવી ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો જૉકોવિચ

જૉકોવિચ

ટેનિસમાં વર્લ્ડ નંબર વન નોવાક જૉકોવિચ વર્ષમાં પહેલી વાર ટાઇબ્રેકરમાં પરાસ્ત થયો હતો, પણ કાયલી ઍડમન્ડને મૅચમાં પરાસ્ત કરી તે ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો છે. જૉકોવિચ આ મૅચ ૬-૭ (૫), ૬-૩, ૬-૪, ૬-૨થી જીત્યો હતો. ત્રીજા રાઉન્ડમાં તેનો મુકાબલો જર્મનીના જેન લેનાર્ડ સ્ટ્રુપ સાથે થશે. આ વર્ષમાં પહેલી વાર એવું થયું છે કે જૉકોવિચ ટાઇબ્રેકરમાં પરાસ્ત થયો હોય. આ પહેલાં વર્ષની દસેદસ ટાઇબ્રેકર જૉકોવિચ જીત્યો હતો. પોતે પહેલો સેટ હારી ગયાની ખુશી વ્યક્ત કરતાં જૉકોવિચે કહ્યું કે ‘મને એ વાતની ખુશી છે કે હું પહેલો સેટ હારી ગયો અને કાયલી સામે મારી પરીક્ષા થઈ. હું કામને ઘણું અઘરું સમજતો હતો. ટુર્નામેન્ટની શરૂઆતમાં જ અઘરી ગેમ મળી એ વાતની મને ખુશી છે. આ પ્રકારની ગેમથી મને આગળની ટુર્નામેન્ટમાં રમવાની પ્રેરણા મળશે.’