02 August, 2025 07:36 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે નાગપુરમાં પ્રેસ-કૉન્ફરન્સમાં પપ્પા-મમ્મી સાથે ગ્રૅન્ડમાસ્ટર દિવ્યા દેશમુખ.
જ્યૉર્જિયામાં ભારત માટે પહેલું વિમેન્સ ચેસ વર્લ્ડ કપ ટાઇટલ જીત્યા બાદ ગ્રૅન્ડમાસ્ટર દિવ્યા દેશમુખને તેની જન્મભૂમિ નાગપુરમાં ઍરપોર્ટ બહાર શાનદાર સ્વાગત મળ્યું હતું. પરિવાર, ફૅન્સ, અધિકારીઓ અને મીડિયાની હાજરીમાં આ ૧૯ વર્ષની ચૅમ્પિયને એક વ્યક્તિનો ફોટો ઊંચો કરીને સૌને બતાવ્યો હતો. આ ફોટો તેના સૌથી પહેલા કોચ દિવંગત રાહુલ જોશીનો હતો.
બુધવારે નાગપુરમાં શાનદાર સ્વાગત દરમ્યાન દિવ્યા દેશમુખે ઉપાડ્યો હતો પોતાના પહેલા ગુરુનો ફોટો.
દિવંગત કોચ રાહુલ જોશી સાથેનો દિવ્યા દેશમુખનો બાળપણનો ફોટો.
શરૂઆતમાં આ પ્રતિભાશાળી પ્લેયરને તાલીમ આપનાર રાહુલ જોશીનું ૨૦૨૦માં કમનસીબે માત્ર ૪૦ વર્ષની ઉંમરે અવસાન થયું હતું. દિવ્યા દેશમુખે તેની ઐતિહાસિક જીત પછી તેમનો આભાર માનતાં કહ્યું હતું, તે હંમેશાં ઇચ્છતા હતા કે હું ગ્રૅન્ડમાસ્ટર બનું. હું મારું ગ્રૅન્ડમાસ્ટર ટાઇટલ તેમને સમર્પિત કરું છું.