અર્જુન અવૉર્ડમાં નામ નૉમિનેટ થવાથી હરમનપ્રીતે કહ્યું આવું...

05 June, 2020 01:22 PM IST  |  Bangalore | Agencies

અર્જુન અવૉર્ડમાં નામ નૉમિનેટ થવાથી હરમનપ્રીતે કહ્યું આવું...

હરમનપ્રીત સિંહ

ભારતીય હૉકી ટીમના પ્લેયર હરમનપ્રીત સિંહને હૉકી ઇન્ડિયા દ્વારા અર્જુન અવૉર્ડ માટે નૉમિનેટ કરવામાં આવ્યો છે. જોકે આ વાતથી ખુશ હરમનપ્રીતનું કહેવું છે કે ‘આ નૉમિનેશન મને સારું પર્ફોર્મ કરવા માટે મોટિવેટ કરશે. હરમનપ્રીતે કહ્યું કે ‘આ સમાચાર સાંભળીને હું ઘણો ખુશ થયો હતો. મારા માટે આ સન્માનની વાત છે કે અર્જુન અવૉર્ડ માટે મને નૉમિનેટ કરવામાં આવ્યો. એ મને હંમેશાં સારું પર્ફોર્મ કરવા માટે મોટિવેટ કરતો રહેશે.’

હરમનપ્રીત ઉપરાંત વિમેન્સ હૉકી ટીમની કૅપ્ટન રાની રામપાલને રાજીવ ગાંધી ખેલ રત્ન અવૉર્ડ માટે નૉમિનેટ કરવામાં આવી છે. દરેક પ્લેયરનો તેમના નૉમિનેશન બદલ આભાર વ્યકત કરતાં હરમનપ્રીતે કહ્યું કે ‘છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમને હૉકી ઇન્ડિયા પાસેથી ભરપૂર સપોર્ટ મળ્યો છે અને મને એ વાતનો આનંદ છે કે રાનીને ખેલ રત્ન અવૉર્ડ માટે, જ્યારે વંદના કટારિયા અને મોનિકાને અર્જુન અવૉર્ડ માટે નૉમિનેટ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયમાં તેમણે જબરદસ્ત પર્ફોર્મન્સ આપ્યા છે. હું તેમને અભિનંદન આપું છું.’

hockey sports news