દીપા પૈરાલિમ્પિક 2020માં ભાગ નહીં લે,સ્વીમીંગ શરૂ કરવાનું વિચારી રહી છે

24 July, 2019 03:49 PM IST  |  Mumbai

દીપા પૈરાલિમ્પિક 2020માં ભાગ નહીં લે,સ્વીમીંગ શરૂ કરવાનું વિચારી રહી છે

દીપા મલિક

Mumbai : પૈરાલિમ્પિક 2016 માં મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા દીપા મલિકને લઇને સમાચાર આવી રહ્યા છે. દીપા મલિક આવનારા 2020 પૈરાલિમ્પિકમાં ન રમવાનો નિર્ણય લીધો છે. જેનું મહત્વનું કારણ તેને થઇ રહેલી ઇજા. મળી રહેલ સમાચાર પ્રમાણે દીપા મલિક હવે સ્વીમીંગની રમત સાથે જોડાવાનું વિચારી રહી છે.

દીપા મલિકાને દુખ છે કે તેના વર્ગની રમતો હવે વિશ્વ ચેમ્પિયનશિપમાં સામેલ નથી
દીપા મલિકા પૈરાલિમ્પિક 2016માં ગોળા ફેકમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. પરંતુ હવે તેણે ખુલાશો કર્યો છે કે ટોક્યોમાં 25 ઓગષ્ટથી યોજાનાર પૈરાલિમ્પિકમાં તે ભાગ નહીં લે. દીપા મલિકે પત્રકારોને જણાવ્યું હતું કે મારા માટે આ એક સારી બાબત નથી કે પૈરાલિમ્પિક 2020 અને વિશ્વ ચેમ્પિયનશિપમાં 53 વર્ગમાં મારી રમત ગોળા ફેક અને ભાલા ફેકનો સમાવેશ કરવામાં નથી આવ્યો. મારા વર્ગમાં માત્ર ચક્કા ફેક રમતનો જ સ્પર્ધામાં સમાવેશ થયો છે.

દીપાને ચક્કા ફેંકની પ્રેકટીસ દરમ્યાન ગંભીર ઇજા પહોંચી હતી
દીપા મલિકએ બાંદ્રા-કુર્લા પરિસરમાં ભારતના પુર્વ સ્પિનર નીલેશ કુલકર્ણી દ્રારા આયોજીત આંતરરાષ્ટ્રીય ઇન્ટીટ્યુટ ઓફ સ્પોર્ટસ મેનેજમેન્ટના પદવીદાન સમારોહમાં ભાગ લીધો હતો. સ્વીમીંગ સાથે જોડાવવા સંદર્ભે દીપા મલિકે કહ્યું કે તેણે ચક્કા ફેંકની પ્રેક્ટીસ કરતી હતી ત્યારે કરોડરજ્જુમાં ઇજા પહોંચી હતી. આ કારણથી આ રમતમાં હવે આગળ વધવું મુશ્કેલ બન્યું છે. મે ચક્કા ફેકમાં વધુ પ્રેકટીસ કરી જે મારી મુખ્ય રમત ન હતી. 2020 પૈરાલિમ્પિકની તૈયારીના ભાગ રૂપે મે જકાર્તામાં એશિયાઈ રમત 2018માં કાંસ્ય પદક જીત્યો હતો.

આ પણ જુઓ : કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ

હવે સ્વીમીંગ પર હાથ અજમાવવા માંગે છે દીપા મલિક
દીપા મલિકે કહ્યું કે હું મારી ફિટનેસ અને ટ્રેનીંગ રોકવા નથી માંગતી. હું આ વર્ષે સ્વીમીંગ કરવાનું વિચારી રહી છું. હું પહેલા પણ સ્વીમીંગ કરતી હતી. જોકે અત્યારે હું રાષ્ટ્રીય કક્ષાનું સ્વીમીંગની ટ્રેનીંગ કરવા માંગીશ. 

sports news sports