ચેસના યુવા ગ્રાન્ડમાસ્ટર ગુકેશનું ભારતમાં થયું ભવ્ય સ્વાગત

26 April, 2024 07:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાત્રે ૩ વાગ્યે ચેન્નઈ ઍરપોર્ટથી બહાર આવ્યો અને ફૅન્સે ઘેરી લીધો

યંગેસ્ટર પ્લેયર ડી. ગુકેશ

જ્યારે ક્રિકેટ ટીમ કે ઑલિમ્પિક્સ ખેલાડી મોટી ટુર્નામેન્ટ જીતીને ભારત પરત ફરે છે ત્યારે હજારો ફૅન્સ તેમના સ્વાગત માટે ઍરપોર્ટની બહાર હાજર રહેતા હોય છે. આવી જ ઘટનાનો અનુભવ ગઈ કાલે કૅન્ડિડેટ્સ ચેસ ટુર્નામેન્ટ જીતનાર યંગેસ્ટર પ્લેયર ડી. ગુકેશે કર્યો હતો.

ટૉરોન્ટોમાં કૅન્ડિડેટ્સ ચેસ ટુર્નામેન્ટ જીતીને ઇતિહાસ રચનાર યુવા ગ્રાન્ડમાસ્ટર ગુકેશનું ચેન્નઈ ઍરપોર્ટ પર આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુકેશની સ્કૂલ વેલમ્મલ વિદ્યાલયના ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ તેની ફ્લાઇટ આવવાના એક કલાક પહેલાં ઍરપોર્ટ પર કતારમાં ઊભા હતા. તેમના સિવાય મોટી સંખ્યામાં ચાહકો પણ હાજર હતા. ૧૭ વર્ષનો ગુકેશ જેવો મોડી રાત્રે ૩ વાગ્યે બહાર આવ્યો કે તરત ટોળાએ તેને ઘેરીને ફૂલોના હાર પહેરાવવા લાગ્યા હતા. ગુકેશની મમ્મી પદ્‍‍મા તેના પરિવાર સાથે તેને લેવા આવી હતી. ગુકેશના પિતા રજનીકાંત ગુકેશની તૈયારી માટે તેની સાથે કૅનેડા ગયા હતા. ગુકેશે આ ભવ્ય સ્વાગત બદલ તમામનો આભાર માન્યો હતો.

 મારા માટે વિશી સર (વિશ્વનાથન આનંદ) પ્રેરણા સ્રોત છે. જો તેઓ સાથે ન હોત તો હું આ મુકામ પર ન હોત.
- ડી. ગુકેશ

sports news sports chess chennai