પાંચમી ફેબ્રુઆરીથી દિલ્હી-પુણે વચ્ચે યોજાશે ટૂર દ ફ્રાન્સ જેવી સાઇકલ-રેસ

28 January, 2023 05:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હિન્દાયન તરીકે ઓળખાનારી ૧૪ દિવસની આ રેસ દિલ્હીથી શરૂ થશે અને પુણેમાં સિંહગડ કિલ્લા ખાતે પૂરી થશે

પાંચમી ફેબ્રુઆરીથી દિલ્હી-પુણે વચ્ચે યોજાશે ટૂર દ ફ્રાન્સ જેવી સાઇકલ-રેસ

વિશ્વવિખ્યાત ટૂર દ ફ્રાન્સ જેવી ભારતની સૌપ્રથમ લાંબા અંતરની સાઇકલ-રેસ પાંચમી ફેબ્રુઆરીએ શરૂ થશે અને એ માટે ગુજરાત તથા મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોની પરવાનગી આયોજકોને મળી ગઈ છે. હિન્દાયન તરીકે ઓળખાનારી ૧૪ દિવસની આ રેસ દિલ્હીથી શરૂ થશે અને પુણેમાં સિંહગડ કિલ્લા ખાતે પૂરી થશે. શૉર્ટલિસ્ટ થયેલી ટીમો રોજના સરેરાશ ૨૫૦ કિલોમીટરનું અંતર કાપશે. મુંબઈમાં વન-ડે એક્સપીડિશનના ભાગરૂપે ૩૦ કિલોમીટરની જૉય-રાઇડ યોજાશે. આ રેસના કર્તાહર્તા મુંબઈના વિષ્ણુદાસ ચાપકે ક્લાઇમેટ ચેન્જ વિશે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી પાંચ ખંડના ૩૫ દેશોમાં સફર કરી ચૂક્યા છે.

sports news