રોનાલ્ડોની આગેવાની હેઠળની અલ-નાસરે સતત ૯૪ મૅચમાં ગોલ કરીને ૮૭ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો

16 September, 2026 11:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઉદી પ્રો લીગની આ ક્લબ અલ-નાસરે આર્જેન્ટિનાની ક્લબ રિવર પ્લેટના અગાઉના રેકૉર્ડને પાછળ છોડી દીધો છે

રોનાલ્ડોની ટીમ અલ-નાસર

વિશ્વના હાઇએસ્ટ ગોલ-સ્કોરર ફુટબૉલર ક્રિસ્ટીઆનો રોનાલ્ડોની ટીમ અલ-નાસર ટૉપ-ફ્લાઇટ લીગની સતત ૯૪ મૅચોમાં ગોલ કરનારી પ્રથમ ટીમ બની છે. આ ટીમે ૮૭ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો છે. ૨૦૨૩ની ૮ ડિસેમ્બરથી અલ-નાસર દરેક લીગ મૅચમાં ઓછામાં ઓછો એક ગોલ કરી રહ્યું છે.

સાઉદી પ્રો લીગની આ ક્લબ અલ-નાસરે આર્જેન્ટિનાની ક્લબ રિવર પ્લેટના અગાઉના રેકૉર્ડને પાછળ છોડી દીધો છે. રિવર પ્લેટ ફુટબૉલ ટીમે સપ્ટેમ્બર ૧૯૩૬ અને જૂન ૧૯૩૯ વચ્ચે સતત ૯૩ લીગ મૅચોમાં ગોલ કર્યા હતા.

cristiano ronaldo football sports sports news