Coronavirus Outbreak: ફ્રેન્ચ ફૂટબોલ ક્લબ રીમ્સના ડોકટરે આત્મહત્યા કરી

06 April, 2020 04:32 PM IST  |  France | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Outbreak: ફ્રેન્ચ ફૂટબોલ ક્લબ રીમ્સના ડોકટરે આત્મહત્યા કરી

ડોક્ટર બર્નાર્ડ ગોંઝાલેઝ

કોરોના વાયરસ (COVID-19)નો ભય માણસોને ફક્ત શારિરીક રીતે નહીં પણ માનસિક રીતે પણ તોડી રહ્યો છે. આ જ ભયને કારણે ફ્રાન્સના ફૂટબોલ ક્લબ 'રીમ્સ'ના ડોક્ટર બર્નાર્ડ ગોંઝાલેઝએ 60 વર્ષની વયે આત્મહત્યા કરી છે. સુત્રોએ આપેલી માહિતિ મુજબ, બર્નાર્ડ કોરોનાથી સંક્રમિત હતા અને તેને લીધે તેઓ ડિપ્રેશનમાં આવી ગયા હતા. બર્નાર્ડના મૃત્યુથી ફક્ત ખેલાડીઓ જ નહીં, પરંતુ રીમ્સ શહેરના હજારો લોકોને પણ આઘાત લાગ્યો છે. તેઓ છેલ્લા 20 વર્ષથી ક્લબ સાથે જોડાયેલા હતા, કોરોનાને લીધે ફ્રાન્સનમાં 93,000 લોકો સંક્રમિત થયા છે અને 8,000 લોકથી વધુ લોકોનું મૃત્યુ થયું છે.

રીમ્સના મેયર આર્નોડ રોબીનેટે કહ્યું હતું કે, બર્નાર્ડની આત્મહત્યાથી મને ખુબ આઘાત લાગ્યો છે.  તેમજ બર્નાર્ડ શહેરના લોકો પણ તેને બહુ પસંદ કરતા હતા. હું તેને ઘણા વર્ષોથી જાણતો હતો. તેના સારા વ્યક્તિત્વથી સહુ કોઈ પરિચિત હતા. તેણે એક સ્યુસાઈડ નોટ લખી છે. તેમાં લખ્યું છે કે તેઓ કોરોનાથી સંક્રમિત હતા. દરમ્યાન ક્લબની મેડિકલ ટીમે અહેવાલ આપ્યો હતો કે બે દિવસ પહેલા બર્નાર્ડ સ્વસ્થ હતા. છતા તેમણે આત્મહત્યાનું પગલું ભરીને લોકોને ચિંતામા મુકી દીધા છે.

કોરોના વાયરસને લીધે સ્પોર્ટસ સાથે સંકળાયેલી ચાર વ્યક્તિના અત્યાર સુધીમાં મૃત્યુ થયા છે. 31 માર્ચે ઇંગ્લેન્ડના લેન્કશાયર ક્રિકેટ ક્લબના પ્રમુખ ડેવિડ હોજકિસે 71 વર્ષે અને ફ્રાન્સના ઓલિમ્પિક ડી માર્શલ ફૂટબોલ ક્લબના ભૂતપૂર્વ પ્રમુખ પેપ દિઓફે 68 વર્ષે જીવ ગુમાવ્યો હતો. તે પહેલા 28 માર્ચે પાકિસ્તાનના સ્ક્વોશ લેજેન્ડ આઝમ ખાનનું 95 વર્ષની વયે મૃત્યુ થયું હતું. 

coronavirus covid19 france international news