લૉકડાઉન દરમ્યાન મારી ફૅમિલીને મળવાનું મિસ કરી રહી હતી: રાની

23 June, 2020 02:35 PM IST  |  New Delhi | Agencies

લૉકડાઉન દરમ્યાન મારી ફૅમિલીને મળવાનું મિસ કરી રહી હતી: રાની

ઇન્ડિયન મહિલા હૉકી ટીમની પ્લેયર રાની

ઇન્ડિયન મહિલા હૉકી ટીમની પ્લેયર રાનીનું કહેવું છે કે હું લૉકડાઉનમાં ફક્ત મારી ફૅમિલીને મળવાનું મિસ કરી રહી હતી. લૉકડાઉન હોવાથી છેલ્લા ત્રણ મહિનાથી પ્લેયર્સને બૅન્ગલોરમાં આવેલા ઇન્ડિયન સ્પોર્ટ્સ ઑથોરિટીના કૅમ્પસમાં રાખવામાં આવી હતી. જોકે ગયા અઠવાડિયે જ તેમને ઘરે જવાની પરવાનગી મળી હતી.

રાની હરિયાણાના શાહબાદમાં તેની ફૅમિલી પાસે પહોંચી ગઈ છે. આ વિશે વાત કરતાં રાનીએ કહ્યું હતું કે ‘મને ખબર છે કે ઘણા લોકો ટ્રાવેલ અને ફૂડને મિસ કરી રહ્યા છે. જોકે આ લૉકડાઉનમાં મેં કોઈ વસ્તુને મિસ કરી હોય તો એ હતું મારી ફૅમિલીને મળવાનું. મને ખુશી છે કે હું તેમની પાસે આવી ગઈ છું અને થોડા દિવસ અહીં પસાર કરીશ. હું હૉકી ઇન્ડિયાનો આભાર માનું છું કે તેમણે અમારી કાળજી રાખી અને હવે હું ઘરે પણ મારી ફિટનેસની સંભાળ રાખીશ.’

hockey sports news lockdown coronavirus