જાપાનીઝ ઑલિમ્પિક ફેન્સર રયો મિયાકે ફુડ ડિલિવરી મેન બની બચત કરે છે

14 May, 2020 01:15 PM IST  |  Tokyo | Gujarati Mid-Day Online Correspondent

જાપાનીઝ ઑલિમ્પિક ફેન્સર રયો મિયાકે ફુડ ડિલિવરી મેન બની બચત કરે છે

તે ખુશી ખુશી પોતી સાઇકલ-સ્માર્ટ બાઇક લઇને ટોક્યોની ગલીઓમાં ફુડ ડિલીવરીનું કામ કરી રહ્યો છે.

કોરોનાવાઇરસનાં રોગચાળાને કારણે ભલભલું ઠપ થઇ ગયું છે અને સ્વાભાવિક છે કે ઑલિમ્પિક્સ ગેઇમ્સ પણ પોસ્ટપોન્ડ થઇ છે. આ સંજોગોમાં જાપાનનાં જાણીતા ફેન્સર રયો માયાકે પોતના મેટર માસ્ક અને ફોઇલને નેવે મુકીને સાઇકલ અને બેક પૅક લઇને ટોક્યોનાં ઉબર ઇટ્સનાં ડિલીવરી મેન તરીકે કામ ચાલુ કરી દીધું છે. 29 વર્ષનાં રયોને લંડન ઓલિમ્પિક્સ 2012માં સિલ્વર મેડલ મળ્યો હતો અને તે આ વર્ષે પોતાના જ શહેરમાં રમાનારી ગેઇમ્સ અંગે બહુ ઉત્સાહિત હતો પણ સંજોગો બદલાઇ ગયા ત્યારે મન અને શરીર બંન્નેને સ્વસ્થ રાખવા તેણે આ ઉપાય કર્યો. તેણે એએફપીને જણાવ્યું હતું કે તે આમ કરી રહ્યો છે કારણ કે તે ટ્રાવેલિંગનાં પૈસાની બચત કરી શકે છે તથા શરીરને કસરત પણ મળે છે.

જાપાનનાં મીડિયાએ તો રયો મિયાકને સંઘર્ષ કરનારા એમેચ્યોર તરીકે લેબલ આપ્યું છે પણ તેણે પોતે જ પોતાના સ્પોન્સર્સને પોતાની સ્પોન્સરશીપ પર રોક લગાવવા કહ્યું છે. તે પોતાની બચત પર જીવી રહ્યો છે અને વિશ્વનાં અન્ય એથલેટ્સની માફક તે પણ હમણાં ક્લુ લેસ છે કારણકે કોઇ સ્પર્ધાઓ નથી થઇ રહી. તેને પણ નથી ખબર કે તે ફરી ટ્રેઇનિંગ ક્યારે ચાલુ કરી શકશે કે ટુર્નામેન્ટ ક્યારે થશે. તેણે ક્હ્યું હતું કે, તે પોતાની માનસિક સ્વસ્થતા કેટલી જાળવી શકશે તેનો પણ તેને પોતાને ખ્યાલ નથી.ક્વૉલિફિકેશન પ્રોસેસ કેવી રીતે ચાલશે તે પણ કોઇને ખબર નથી ત્યારે બધું બરાબર છે એમ માનનારા સ્પર્ધાનાં આયોજકો બેજવાબદાર છે. આ સંજોગોમાં તે ખુશી ખુશી પોતી સાઇકલ-સ્માર્ટ બાઇક લઇને ટોક્યોની ગલીઓમાં ફુડ ડિલીવરીનું કામ કરી રહ્યો છે. આમ તો ફેન્સિંગ એટલે કે ધારદાર પાતળી તલવાર લઇને લડવાની ગેઇમ કરનારો રયો કહે છે કે તે અનેક સ્પર્ધાઓમાં ભાગ લેવો છે અને ઑલિમ્પિક્સમાં પણ જવું છે અને આ માટે જ તે પોતાની જાતને આ રીતે સ્વસ્થ રાખી રહ્યો છે.  

tokyo japan sports news