મને આશા છે કે ટેનિસ ખૂબ નૉર્મલ રીતે જ ફરી શરૂ કરવામાં આવશે : નડાલ

28 April, 2020 02:28 PM IST  |  Madrid | Agencies

મને આશા છે કે ટેનિસ ખૂબ નૉર્મલ રીતે જ ફરી શરૂ કરવામાં આવશે : નડાલ

રાફેલ નડાલ

દુનિયાના બીજા ક્રમના ટેનિસ પ્લેયર રાફેલ નડાલનું માનવું છે કે ટેનિસને ફરી ખૂબ નૉર્મલ રીતે શરૂ કરવામાં આવશે. કોરોના વાઇરસને કારણે દુનિયાના તમામ સ્પોર્ટ્સ પર હાલમાં ફુલસ્ટૉપ લાગી ગયું છે તેમ જ જો સ્પોર્ટ્સ રમાડવામાં આવશે તો એને ફૅન્સ વગર રમાડવામાં આવશે કે નહીં એ નક્કી નથી. ૧૩ જુલાઈ સુધી દરેક ટેનિસ મૅચ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. આ વિશે વાત કરતાં નડાલે કહ્યું હતું કે ‘મારા પૉઇન્ટ ઑફ વ્યુથી હું ખૂબ જ આશાવાદી છું. મને આશા છે કે ટેનિસની કોર્ટને ખૂબ જ નૉર્મલ રીતે ફરી શરૂ કરવામાં આવશે. ટેનિસમાં તમારે દરેક અઠવાડિયે ટ્રાવેલ કરવું પડે છે. હોટેલમાં રહેવું પડે છે અને જુદા-જુદા દેશમાં જવું પડે છે. અમે દર્શકો વગર પણ રમીએ તો આ ઇવેન્ટને યોજવા માટે પણ ઘણા લોકોની મદદ જોઈશે અને એને ઇગ્નોર કરી શકાય એમ નથી. ઇન્ટરનૅશનલ લેવલ પર આ ખૂબ મોટો સિરિયસ પ્રૉબ્લેમ થઈ શકે છે.’

rafael nadal tennis news sports news