ટ્રેઇનિંગ પર કમબૅક કર્યું રાફેલ નડાલે

28 May, 2020 09:31 AM IST  |  Madrid | Agencies

ટ્રેઇનિંગ પર કમબૅક કર્યું રાફેલ નડાલે

રાફેલ નડાલ

ટેનિસ જગતના ખ્યાતનામ પ્લેયર રાફેલ નડાલે ટેનિસ કોર્ટમાં આવીને પોતાની ટ્રેઇનિંગ શરૂ કરી દીધી છે. નડાલે પોતાની માલોર્કામાં આવેલી નડાલ ઍકૅડેમીમાં ટ્રેઇનિંગ શરૂ કરી છે. કોરોના વાઇરસ બાદ વિદેશી સરકાર હવે ધીમે-ધીમે નિયમો હળવા કરી રહી છે જેને લીધે અનેક રમતોના પ્લેયરોએ પોતાની ટ્રેઇનિંગ શરૂ કરી છે. નડાલે કહ્યું કે ‘હેલો એવરી વન, ફાઇનલી હું કોર્ટમાં આવી ગયો છું. મારી પ્રૅક્ટિસ કરવા માટે પાછો આવ્યો એનો મને આનંદ છે. હું સુપર હૅપી છું કે રાફેલ નડાલ ઍકૅડેમીમાં બાળકો ફરીથી પોતાની ટેનિસ પ્રૅક્ટિસ શરૂ કરી શકશે. તે લોકો પણ આ વાતથી ખુશ છે અને એ જ અમારા માટે સૌથી મહત્વની વાત છે.’

rafael nadal sports news