જલદીથી ટ્રેઇનિંગ શરૂ કરાવવાની પ્લાનિંગ ચાલી રહી છે : કિરેન રિજિજુ

14 May, 2020 11:56 AM IST  |  New Delhi | Agencies

જલદીથી ટ્રેઇનિંગ શરૂ કરાવવાની પ્લાનિંગ ચાલી રહી છે : કિરેન રિજિજુ

કિરેન રિજિજુ

દેશના કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ લૉકડાઉન ઉઠાવી લીધા બાદ ઍથ્લીટ્સને કેવા પ્રકારની સુવિધા જોઈએ છે એ વિશેનાં સલાહ-સૂચનોની માગણી કરી છે. આ માટે તેમણે અંદાજે ૪૦ વ્યક્તિ સાથે વાતચીત કરી છે. કોરોનાને કારણે મળેલા આ બ્રેકમાં પ્લેયર સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના બૅન્ગલોર અને પટિયાલા કૅમ્પસમાં ટ્રેઇનિંગ પણ નથી કરી શકતા જે તેમના માટે ચિંતાનો વિષય છે. સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના અધિકારીઓ સાથે પ્લેયરોની વાતચીત થઈ હતી જેના બાદ એસએઆઇએ જણાવ્યું કે ‘ઍથ્લીટ્સ ટ્રેઇનિંગ ફરી શરૂ કરવાની માગણી કરી રહ્યા છે, પણ અમે ચોખવટ કરીને કહી દઈએ કે તેમણે જણાવવામાં આવેલા નિયમો અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું કડકપણે પાલન કરવું પડશે. આ સાથે તેમને એમ પણ કહેવામાં આવ્યું છે કે જો લૉકડાઉન ઉઠાવી લેવામાં આવે તો પણ તેમણે કૅમ્પસ છોડીને જવાનું નથી.’

ખેલ પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે ‘ઍથ્લીટ્સ માટે અમે એક કમિટી બનાવી છે જેમાં તેઓ સલાહ-સૂચનો આપી શકે છે અને એના વડે અમને યોગ્ય નિયમો ઘડવામાં મદદ મળશે. હાલમાં કોઈ પણ મિનિસ્ટરી કામ નથી કરી રહી માટે અમે ગૃહમંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલય સાથે મળીને કામ કરી રહ્યા છીએ.’

kiren rijiju sports news